જીવનમા ડગલે અને પગલે મુશ્કેલીઓ તો ઉભી થવાની જ.
નાની એવી મુશ્કેલીઓથી પણ જે લોકો ગભરાઈ જાય છે
અથવા તો ગભરાઈ જવાનો ડર સેવતા હોય છે
તે લોકો ભલે ગમે તેટલા બુધ્ધીશાળી હોય,
ગમે તેવા સુંદર વિચારો ધરાવતા હોય,
પણ, સરવાળે એ કાંઈ કામ આવતુ નથી.
થાય છે તે જ કે જે બાબતનો તેઓને ડર હોય છે.
કારણકે તેમની અંદર જે પડ્યું હોય છે, ઈ વખતેજ તે બહાર આવે છે.
આમ થવા પાછળનુ કારણ શું હોય છે તે જાણો છો ?
તેઓના વિચારો કાગળના ફુલ જેવા હોય છે,
બહારથી તો તે સુંદર જ દેખાય છે,
પરંતુ અંદરથી તેમા સુગંધ હોતી નથી.
એટલે કે સૌંદર્ય હોય છે પણ સુગંધ હોતી નથી.
આપણા વિચારોમાં સુગંધ તો ત્યારે જ પ્રગટી શકે છે,
જ્યારે આપણે તેમા શક્તિનુ થોડુ સીંચન કરી શકવાની આવડત ધરાવતા હોઈએ.
No comments:
Post a Comment