Monday, March 28, 2011

એક મુઠ્ઠી ઉંચેરો માનવી

એક મુઠ્ઠી ઉંચેરો માનવી
આપણી વાણી, આપણુ વર્તન, આપણા વ્યવહારો અને આપણુ જીવન એટલી હદે પાવરફુલ ન હોવું જોઈએ, કે જેથી કોઈની આર્થિક, સામાજિક, વ્યક્તિગત અને માનસિક સ્થીતીને ડામાડોળ કરી મુકે.
અથવા તો આપણે અન્યની આંખમાં કણા ની જેમ ખુંચતા રહીએ.
સામાન્ય રીતે એવું જોવામાં આવે છે અને કહેવાય પણ છે કે જીવન જીવવા માટેના બે વિકલ્પો મોજુદ હોય છે.
(એક) દુનીયાની નઝરોમાં ઉંચા દેખાવું અને (બે) ખુદની નઝરોમાં ઉંચા દેખાવું, અનુભવવું
कहेते है की, आप दुनिया की नझरोमें उठना चाहते हो या खुदकी नझरोमें ?
જનરલી મોટા ભાગના લોકો પહેલો વિકલ્પ જ પસંદ કરતા હોય છે. કારણ કે
તે સહેલો હોય છે, સુવિધાજનક હોય છે, અને ભૌતિક સુખ સમ્રુધ્ધી આપનારો હોય છે.
અને સૌથી વિશેષ તો તે આપણા અહમ અને અભિમાનને પોષનારો હોય છે.
જો સર્વે કરવામાં આવે તો જાણી શકાય છે કે
એકાદ લાખ લોકોમાંથી બીજો વિકલ્પ પસંદ કરનારાઓની સંખ્યા માંડ સો બસો હોય શકે છે.
અને તે પણ સાચું જ છે ને કે લોકો સદાય ટોળામાં જ રહેવા ટેવાયેલા હોય છે.
હ્યુમન સાયકોલોજી એવું કહે છે કે લોકો બહુમતિ તરફી વધારે હોય છે.
એવું ચોક્કસપણે કહી શકાય કે બીજો વિકલ્પ પસંદ કરવો એટલે લોઢાના ચણા ચાવવા જેવું કઠીન છે.
તોય પણ અમૂક લોકોનુ માનસ એટલું તો મજબૂત હોય છે કે તેઓ બીજો વિકલ્પ પસંદ કરતા હોય છે.
બીજો વિકલ્પ પસંદ કરવો એટલે સમગ્ર સમાજનો તો સામનો કરવો પડે, અને સાથો સાથ આધારીતો અને
વ્યક્તિગત કુટુમ્બીઓનો પણ જબરદસ્ત સામનો કરવો પડતો હોય છે.
એક બાબત ચોક્કસપણે કહી શકાય કે બન્ને વિકલ્પો પોતપોતાની જગ્યાએ શ્રેષ્ઠ જ છે.
પ્રથમ વિકલ્પ પસંદ કરનાર વ્યક્તિને અન્ય લોકો તરફથી વાહ વાહ અને માન મર્તબો મળે છે.
જો કે તે ક્ષણિક હોય છે. ચિરંજીવી હોતો નથી.
જ્યારે બીજા નંબરનો વિકલ્પ પસંદ કરનાર વ્યક્તિને ખુદના તરફથી, પોતાના અંતરાઅત્મા તરફથી,
પોતાના સાવ નજિકના સ્વજનો તરફથી અહોભાવની લાગણી અને હૂંફ મળ્યે રાખે છે.
જે ક્ષણિક ક્યારેય નથી હોતી બલ્કે ચિરંજીવી હોય છે. આપણા ભુતકાળ તરફ નઝર લગાવીએ,
બસો પાંચસો વરસ દરમીયાન બહુ ચર્ચામા રહેલા વિશાળ અનુયાયીઓ મેળવેલા કંઈ કેટલાયે માહ્નુભાવો દેખાશે
કે જેઓને જો જરા વધુ નજદીકથી ઓળખવાનો પ્રયત્ન કરીશું તો જાણી શકાય છે કે
 એ લોકોએ તેમના જીવનમા પ્રથમ વિકલ્પ કરતા બીજા વિકલ્પ ને જ પ્રાધાન્ય આપેલું હતું.
તેઓના જીવનમાં તે લોકોએ બાજા વિકલ્પને જ પ્રસ્થાપિત કરેલો હતો.
આજનો સમાજ, આજની દુનીયા, આજે જોવા મળતી સુવિધાજનક જીવનશૈલી,
અને ભૌતિક સુખ સમ્રુધ્ધીના સાધનોની હારમાળાઓ વચ્ચે જો આપણે અટવાઈ જઈએ નહીં
તો તે આપણામાં છુપાયેલા બીજા વિકલ્પને બહાર આવવામાં મદદરુપ બની શકે છે.
આપણા એટલે કે પુરુષના જીવનમાં ત્રણ તબક્કાઓ અતિ મહત્વ ધરાવે છે.
પહેલો તબક્કો એટલે કે 16 થી 25 વર્ષની ઉમર સુધીના. તબક્કામાં
દુનીયાના તમામ નઠારા અને કુટેવ જનક પરીબળો આપણી સામે પ્રલોભન તરીકે મુકાતા હોય છે.
અને આપણે આપણી જાતને તેનાથી અળગી રાખવાની હોય છે.
બીજો તબક્કો 25 થી 50 વર્ષનો એટલે આપણા લગ્ન અને પરીણામે ઉદભવતુ વ્યક્તિગત અને સાંસારિક જીવન.
આ સમયગાળામાં આપણે આપણુ જીવન
આપણા કુટુમ્બના સુખ ચેન અને સલામતી સુખાકારી માટે ખર્ચી નાખતા હોય છીએ.
અહીં એક ભયસ્થાન તે છે કે આ સમયગાળામાં આપણાથી થયેલી ભુલો આપણને 50 વર્ષ બાદ નડે છે.


અને છેલ્લે આવે છે ત્રીજો તબક્કો. એટલે કે જેને ઉમર સાથે બહુ લેવાદેવા નથી પરંતુ
ખાશતો જ્યારે આપણે નોકરી ધંધો કે વ્યવસાયમાંથી પ્રથમ દ્રષ્ટિએ નીવ્રુત્ત થયા હોય છીએ.
વરસોથી જે નોકરી ધંધો કે વ્યવસાય સાથે સંકળાયેલા હોય છીએ, તેમાંથી નીવ્રુત્ત થયા હોય છીએ.
જ્યારે જીવનનો આ ત્રીજો તબક્કો આવે છે ત્યારે ખાશ તો તે જોવાનુ રહે છે કે
શું આપણે આપણી ખુદની જ નઝરોમાં ખરેખર ઉંચા ઉઠી શક્યા હોય છીએ ?
આ પ્રષ્નનો જવાબ દરેક વ્યક્તિ માટે સંજોગોવસાત અલગ અલગ હોય શકે છે, પરંતુ
ખરેખર તો આ છેલ્લો સમયગાળો એવો છે કે
ત્યારે વ્યક્તિએ ખુદની નઝરોમાં ઉંચે ઉઠવા માટેની જીવનશૈલી અખત્યાર કરી દેવી જોઈએ.
જો આવું કરી શકીએ તો જ આપણી પાછલી અવસ્થાનુ જીવન સુખમય અને શાંતીથી પસાર કરી શકાય છે.
આપણુ જીવન તો ઠીક પણ આપણી ઉપર આધારીત અને આપણી સાથે લાઈફ ટાઈમ સંકળાયેલા સ્વજનોને

સુખ ચેન અને ભરપુર આનંદ આપી શકીશું. જે નિરવિવાદ સત્ય છે

Saturday, March 19, 2011

HOLI MUBARAK

લગની
ગામના પાદરે આવેલા શીવમંદીરની બાજુમાંજ ઝુપડી બનાવી એક સાધુ મહાત્મા રહેતા હતાં
દરરોજ સાંજના સમયે ગામવાસીઓ તેમની વાણી અને પ્રવચનો સાંભળવાનો લ્હાવો લેવા આવતાં
સાધુ મહાત્માની આત્મશક્તિ ઘણી મજબુત હોવાથી તે લોકોના હ્રદયના ઉંડાણ સુધી પહોંચી
લોકોના પ્રષ્નો અને વાતો સમજી તેઓના કલ્યાણ અર્થે યોગ્ય સલાહ ઉપદેશ પણ આપતા
એકાદ વરસમાં તે સાધુ મહાત્માની ખ્યાતી દુર દુરના ગામ સુધી પ્રખ્યાતી પામી ગઈ.
એક દીવસ બન્યું એવું કે એક યુવક ત્યાં આવીને મહાત્માના ચરણોમાં માથુ મુકી જોર જોરથી રડવા લાગ્યો.
યુવકના ચહેરાની લકીરો અને તેની આંખમા છુપાયેલી વેદના નીરખી, મહાત્મા વાત પામી ગયાં
મહાત્માએ યુવકને રડવાનુ કારણ પુછતાં તેણે જણાવ્યું કે સતત મહેનત કરવા છતાં મારૂં કામ પુર્ણ થતું નથી
હવે મને શ્રધ્ધા નથી રહી કે છેલ્લા ચાર વરસથી હું જે કામ કરી રહયો છું તે પુરૂ થશે.
મહાત્મા બોલ્યા. જો સાંભળ. તું એક કન્યાના પ્રેમમા ગળાડુબ છે, પરંતુ તું તેને પામી શકતો નથી.
યુવક તો સાંભળીને અવાચક થઈ ગયો.
મહાત્માએ આગળ જણાવ્યું કે જેટલી લગની તને તારી પ્રેમીકા પ્રત્યે છે
તેટલી જ લગની જો તું તારા કામમાં દાખવે તો તારું કામ ચોક્કસ પુર્ણતા પામશે અને નીખરી ઉઠશે.

Monday, March 14, 2011

રાશી

કાંતી વ્રતના ગોળાકાર ભ્રમણ માર્ગ ના 360 અંશ હોય છે.
તેના બાર સરખા ભાગને રાશી કહેવાય છે.
રાશી = 30 અંશ,    1 અંશ = 60 કળા,    1 કળા = 60 વિકળા
1. મેષ રાશી. વ્યક્તિના મનનુ વલણ, વ્યક્તિમાં સાહસવ્રતીનુ પ્રમાણ, વ્યક્તિમાં ઉધ્યમશિલતાનુ પ્રમાણ, વ્યક્તિના જીવનમા પ્રવાસ કેવા અને તેનાથી ફાયદો કે નુકસાન, વ્યક્તિની મગજ શક્તિ, વગેરે બાબતો ઉપર આધિપત્ય ધરાવે છે. મેશ રાશી ચરસ્વભાવની તથા અગ્નિ તત્વ ની છે. ધાતુ સંજ્ઞક હોવાથી મંગળના તમામ વિધેયાત્મક ગુણો પ્રગટ કરે છે. પાંચમા, આઠમા અને અગિયારમા સ્થાન ઉપર તેની દ્રષ્ટી પડે છે.
માનવ શરીરમા શીર, મગજ, મોંઢુ, ઉપરના જડબા, ખોપરીના હાડકા ઉપર તેનુ વર્શસ્વ હોય છે. અગ્નિથી અકશ્માત, દાજવું, ચહેરા ઉપર ઢીમણા,  ફેફસાના રોગ,  શીરદર્દ, મુત્રપીંડના રોગ, આધાશીશી, જેવા રોગ.મેષ રાશી આધારીત હોય છે.
2. વ્રષભ રાશી. વ્યક્તિમાં સૌન્દર્ય પ્રત્યેની રૂચી, કલા અને ભૌતિકતા પ્રત્યેનો લગાવ, વ્યક્તિનો અવાજ અને ગળુ, વગેરે બાબતો ઉપર આધિપત્ય ધરાવે છે. વૃષભ રાશી સ્થીર સ્વભાવની અને પ્રુથ્વીતત્વની છે. ચોથા, સાતમા અને દસમા સ્થાન ઉપર તેની દ્રષ્ટી પડે છે. માનવ શરીરમા ગળુ, કાંકડા, લાળ ગ્રંથીઓ, કાન, થાઈરોડ, નીચલા જડબા ઉપર તેનુ વર્ચસ્વ હોય છે. ગુમડા, કબજીયાત, ગળા પર ગાંઠ, કંઠમાળ, ગળાનો સોજો, ગાલ પચોલિયા વગેરે જેવા રોગ.વૃષભ રાશી આધારીત હોય છે.
3. મિથુન રાશી વ્યક્તિની બુધ્ધી-પ્રતિભા, યાદ શક્તિ, વાણી પરનુ પ્રભુત્વ, કલાની ઉપાસના, વાણીજ્ય ક્ષેત્ર, નાણાકિય બાબતો, વિનય વિવેક, સહીષ્ણુતા, વગેરે બાબતો ઉપર આધિપત્ય ધરાવે છે. મીથુન રાશી સ્વભાવે દ્વિસ્વભાવ અને વાયુ તત્વની છે.  છઠા, નવમા અને બારમા સ્થાન ઉપર તેની દ્રષ્ટી પડે છે. માનવ શરીરમાં હાથ, ચેતાઓ, ફેફસા અને થાયમસ ગ્રંથીઓ ઉપર તેનુ વર્ચસ્વ હોય છે અને તેને લગતા રોગ મીથુન રાશી આધારીત છે
4. કર્ક રાશી  કોમળતા બક્ષે છે, વ્યક્તિમા ઘરગથ્થુ પણુ, વિવષતા એટલેકે તરવરાટ, લાગણીશીલતા, ભિરુતા, આળસ અને તરંગ જેવી બાબતો ઉપર આધિપત્ય ધરાવે છે. કર્ક રાશી ચર સ્વભાવની અને જળ તત્વની છે.
5. સિંહ રાશી સંવાદીતા, વ્યવસ્થા શક્તિ, નિડરતા, વફાદારી, નિખાલશતા, સહીષ્ણુતા, આપખુદી, રુઆબ અને ઉગ્રતા જેવી બાબતો ઉપર પ્રભુત્વ ધરાવે છે. સ્થીર  સ્વભાવની છે અને અગ્નિ તત્વની છે.
6. કન્યા રાશી વિધ્યા વ્યાસંગી પણુ, વાક ચાતુર્ય, ઉધ્યોગી, ઘણી ભાષા ઉપર પ્રભુત્વ, બધા સાથે મીઠાં સંબંધોની જાળવણી, વગેરે બાબતો ઉપર પ્રભુત્વ ધરાવે છે. પ્રુથ્વી તત્વની અને દ્વિસ્વભાવની રાશી છે.
7. તુલા રાશી સમતોલ પણુ, સંગઠન શક્તિનુ જ્ઞાન, તટસ્ઠતા, ચંચળતા, ખોટો આડંબર, કોઈનુ દેખ્યુ કરવુ તથા અનિયમિતતા જેવી બાબતો ઉપર આધિપત્ય ધરાવે છે. ચર સ્વભાવની છે અને વાયુ તત્વની છે.
8. વ્રસ્ચિક રાશી માનવીના મનની ગહનતા, કામ કાજના ક્ષેત્રને વળગી રહેવાનુ જક્કી વલણ, ગુઢ બાબતો પરત્વે અધિક વલણ, યોગ વિષય પરત્વે રુચી, વગેરે બાબતો ઉપર આધિપત્ય ધરાવે છે. સ્થિર સ્વભાવની અને જળ તત્વની છે.
9. ધનુ રાશી મનની ઉદારતા, ધિરજ, શહન શિલતા, કોઈ પણ બાબતને ઉંડાણથા પામવાની વ્રતી, કાંઈક અંશે સ્વાભિમાનપણુ, અહં પોષી સ્વભાવ, વગેરે બાબતો ઉપર આધિપત્ય ધરાવે છે. દ્વિસ્વભાવની રાશી છે, અગ્નિ તત્વની છે.
10. મકર રાશી શની ગ્રહના મુખ્ય હકારાત્મક ગુણો ધરાવે છે અને વિશેષ પ્રગટ કરે છે. જક્કી વલણ, કાર્યને ચિવટ પુર્વક પુરુ કરવાની વ્રતી, તેમજ કંજુસાઈ તે તેના મુખ્ય ગુણો છે. તે કર્મ પાલન રાશી હોવાથી ફરજ પાલન અને કર્તવ્ય પરાયણતા સુચવે છે. સાથો સાથ મંગળની ઉચ્ચ રાશી હોવાથી મંગળના હકારાત્મક ગુણો સાહસ પરાક્રમ નિડરતા- પણ પ્રગટ કરે છે. તે સ્વભાવે ચર છે અને પૃથ્વી તત્વની રાશી છે.
11. કુમ્ભ રાશી શનીને વિશેષ અનુકુળતા વાળી રાશી હોવાથી ઉચ્ચ કક્ષાની બુધ્ધીમતા, યાદ શક્તિ, અતિશય શક્તિ,વાક પટુતા, વગેરે લક્ષણો ઉપર આધિપત્ય ધરાવે છે. વાયુ તત્વની અને સ્થીર સ્વભાવની છે.
12. મીન રાશી કલ્પના, ઉદારતા, માનસિક શક્તિ, યાદ શક્તિ, ધુની પ્રક્રુતી, એકાંત પ્રિયતા, લાગણી શીલતા, વગેરે બાબતો ઉપર આધિપત્ય ધરાવે છે. દ્વિસ્વભાવની અને જળ તત્વની રાશી છે.