Saturday, May 28, 2011

વિવેક અને અવિવેક

વિવેક એટલે શું અને વિવેક કોને કહેવાય.
તેનો આપણને અનુભવ છે અને આપણે જાણીએ પણ છીએ.
તો પણ અહીં તેને વિસ્ત્રુત રીતે અર્થ ઘટન કરી
સમજવાની કોશિશ કરીએ તો કદાચ વાંચવુ ગમશે.
માનવીના દિલ અને દિમાગ માંથી ઉત્પન થતી
હકારાત્મક લાગણીઓનો સ્વિકાર કરવો એટલે વિવેક.
જે લાગણી સાર અસારનો અર્થભેદ કરી
માત્ર સારનો અનુભવ કરાવી શકે તેનુ નામ વિવેક.
જ્યારે માનવી હકારાત્મક વલણ અખત્યાર કરે,
અને પરીણામે થતી ક્રીયા કે પ્રતીક્રીયા એટલે વિવેક.
કોઈપણ સ્થીતીમા માનવી જ્યારે આનન્દની લાગણી વ્યક્ત કરે
કે હર્ષ અનુભવે ત્યારે તે વિવેકની તદ્દન નજીક હોય છે.
અને આવી સ્થીતીમા જ્યારે માન કે આદર ઉમેરાઈ જાયતો તેને કહેવાય વિવેક.
વિવેક એ માનવ પ્રતિભાનુ સારુ અને જમા પાસુ કહેવાય છે.
વિવેક માનવી માટેનુ આભુષણ ગણાય છે.
વિવેક માનવીના ઘણા બધા કાર્યોમા મહત્વની ભુમિકા ભજવી શકે છે
કેમ કે તે ઓછી મહેનતે કાર્યો પાર પાડી શકે છે.
વિવેક વ્રુત્તીનો જ્યારે જ્ઞાન સાથે જોડાણ થાય છે
ત્યારે જન્મ લે છે અપણી વિવેકબુધ્ધી.
માનવી પોતે કેળવેલી વિવેક બુધ્ધીનો સદ ઉપયોગ કરે છે
ત્યારે તેને કેટલીક સફળતાઓ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે.
વિવેક અને બુધ્ધીનુ આ સંયોજન કેટલીક મુશ્કેલીઓમા
બહુજ અસરકારક રીતે કામયાબ નીવડે છે.
આપણી વિવેકબુધ્ધીને વિકસાવીએ અને મજબુત રાખીએ.
માનવીના દિલ અને દિમાગમાંથી ઉત્પન થતી
નકારાત્મક લાગણીઓનો અમલ કરવો એટલે અવિવેક.
જે લાગણી સાર અસારની સમજણ આપ્યા બાદ
અસાર નો અમલ કરવાની પ્રેરણા કરે તેનુ નામ અવિવેક.
સામાન્ય સંજોગોમા પણ, માનવી નકારાત્મક લાગણીને પોષે,
અને તદ અનુસાર વર્તે તેનુ નામ અવિવેક.
અપમાન જનક પ્રતિક્રીયા આપતા પહેલા
માનવીની જે માનસિકતા હોય તેનુ નામ અવિવેક.
અવિવેક બળવત્તર થવાથી માનવી દ્વારા થતી ક્રીયા કે
અપાતી પ્રતીક્રીયા એટલે અપમાન.
જો કે એવુ કહી શકાય કે અવિવેક જતાવવા કરતા
અપમાન કરવુ તે આપણી લાગણીનો વધારે ખરાબ પ્રકાર છે.
માનવી જ્યારે નકારાત્મક લાગણીને પોષે અને
તેમાંથી પ્રેમ જતો રહે ત્યારે તૈયાર થાય છે અવિવેક.
આવી સ્થીતીમા પ્રેમની ગેરહાજરી બાદ
જો તેમા થોડી ઘણી પણ નફરત ઉમેરાઈ જાય તે અપમાન.
અપમાન અને અવિવેક વચ્ચે માત્ર નફરતની હાજરી અને પ્રેમની ગેરહાજરી,
આટલોજ તફાવત રહી જાય છે.
અવિવેક ને માનવીનુ નબળુ પાસુ કહેવામા આવે છે,
તેથી તે આપણી પ્રગતીમા આડખીલી રુપ બની શકે છે.
અવિવેકનો જ્યારે જ્ઞાન સાથે જોડાણ થાય છે
ત્યારે તે માનવી તામસી બની જાય છે.
અવિવેક અને બુધ્ધીનુ આ સંયોજન માનવીને સાહજીક સફળતાથી દુર રાખે છે.
અવિવેક અને અપમાનથી હર હમ્મેશ દુર રહેવુ જોઈએ.

Saturday, May 21, 2011

સર્જનાત્મકતા, પરિવર્તનશીલતા, સહનશીલતા

સર્જનાત્મકતા.
માણસો કાયમ સુખને જ શોધતા રહેતા હોય છે,
કહો કે સુખની પ્રાપ્તી માટે અથાગ પ્રયત્નો કરતા હોય છે.
જમીન મકાન   ધંધો રોજગાર રુપીયા પૈસા શરીરની તંદુરસ્તી,
વગેરે માટે લોકો કાયમ મથામણ કરતા જ હોય છે.
અને તેનુ નામ જ જીવન કહેવાય છે.
પરંતુ આ બધુ કરવાની સાથે સાથે આપણે આપણી દ્રષ્ટી કેવી રાખીએ છીએ તે અતિ અગત્યનુ છે. 
સુખની પ્રાપ્તી માટે આપણે આપણી દ્રષ્ટીમા
સર્જનાત્મકતા,પરીવર્તનશીલતા અને સહનશીલતા
જેવી બાબતોને જો સમાવી શકીએ તો સુખ તો હાથ વગુ જ હોય છે.
આપણા જીવનને નવેસરથી ગોઠવીને જીવી લેવુ, એનુ નામ સર્જનાત્મકતા.
આવી પડેલી કે ઉભી થયેલી પરિસ્થીતીમા
જો સહેલાઈથી સ્વસ્થતા પુર્વક ગોઠવાઈ શકીએ,
તો તે સર્જનાત્મક વ્રત્તીની પહેચાન કહેવાય.
જીવનમા કોઈ ને કોઈ ક્ષણે કશુક સર્જન કરતા રહો, તે જરુરી છે.
આખો દિવસ સાવ નિશ્ક્રિયતા પુર્વક પસાર કરવા જેવુ કોઈ પાપ નથી, 
માનવી જો નિષ્ક્રિય રહે તો તે પતન તરફ જઈ રહ્યો છે તેવુ કહેવાય છે. 
જે  ખાશ યાદ રાખવું જોઈએ.
એવુ નથી કે કશુક નિર્માણ કાર્ય કરતા રહેવું,
બલ્કે વૈચારિક રીતે સુધરવુ, કોઈને ઉપયોગી થવુ,
અન્યના ભલા માટે સક્રિયતા દાખવવી વગેરે ઘણી રીતે સર્જનાત્મકતા અપનાવી શકાય છે.
જો સર્જનાત્મકતા વિકસાવવા માટે બીજુ કશુ ન કરી શકીએ
તો પણ ઉમરના સાપેક્ષમાં જો વાંચન ની ટેવ પાડીએ,
તોતે સર્જનશીલતાનો વૈચારીક  ભાવ જગાડી શકે છે.
જીવનમા જેટલી સર્જનાત્મકતા વધુ વિકસાવીએ તેટલો ફાયદો છે, તેમ સમજો..
જીવન ને ધબકતુ અને તંદુરસ્ત રાખવાની મુખ્ય ચાવી છે સર્જનાત્મકતા.
પરીવર્તનશીલતા.
વિષ્વમા દરેક ક્ષણે ક્યાંક ને ક્યાંક કશુક થતું જ રહેતુ હોય છે.
અને તેનુ નામ જ પરિવર્તન.
પરિવર્તનને જો અનુભવી શકીએ જો સ્વિકારી શકીએ જો માણી શકીએ,
જો તેની સાથે આપણા જીવનનો તાલ મીલાવી શકીએ
તો જ મીઠા ફળ મેળવી શકાય છે .
અને તો જ જીવન ધબકતુ રહી શકે છે.
શારિરીક તંદુરસ્તી જળવાઈ રહે છે.
કોઈ એક બાબત કે સ્થિતીને બહુ જાજો સમય અપરિવર્તનશીલ રાખવી જોઈએ નહી.
આપણી ઈચ્છા પ્રમાણે જ વિષ્વમા બધુ થતુ રહે,
એવી તમન્ના રાખવી, મમત્વ રાખવુ ,
તે તો દુખને નિમંત્રણ આપવાની વાત કહેવાય છે.
હકિકત એ છે કે  વિષ્વમા થતા સર્જન અને પરિવર્તન ને
જેટલી સાહજિકતાથી સ્વિકારી શકીએ એટલેકે તેને સહન કરી શકીએ,
અપનાવી શકીએ તે આપણા લાભની વાત કહેવાય છે.
શક્ય હોય ત્યાં સુધી, સ્વીકારો, અપનાવો, અનુભવો, તો જ ફળદાયી છે પરિવર્તન.
સહનશીલતા.
જીવનમા જે અતિ જરુરી મનાય છે તે છે સહનશીલતા.
સહનશીલતા એટલે પરિવર્તનને આસાનીથી સ્વિકારી શકવાની ક્ષમતા.
પરિવર્તનને અવગણવાથી તો દુખનો જન્મ થાય છે.
પરંતુ તેને સ્વિકારવાની ક્ષમતા એજ સહનશીલતા.
જ્યારે આસપાસના બધાજ લોકો મીજાજ ગુમાવે અને તારાપર એનો દોષ ઢોળે 
ત્યારે તું જો મગજ ન ગુમાવે
.....જ્યારે બધા લોકો તારા પર શંકા કરે ત્યારે તું જો તારામા વિશ્વાસ રાખી શકે
ત્યારે જીવન સ્વસ્થતા પુર્વક જીવી શકાય છે.
તંદુરસ્ત રહી શકાય છે, સુખી રહી શકાય છે.

Saturday, May 14, 2011

નજર

નજરના તિર બરબાદ કરે છે. નજરોના વાર ઘાયલ કરે છે.
નજર ઉઠે તો ગુસ્સો કહેવાય છે. નજર જૂકે તો શર્મ કહેવાય છે.
નજર લાગે તો બદનામી થાય છે. નજર મલે તેને પ્રેમ કહેવાય છે.
નજરોમાં રહેવું એને કેદ કહે છે.
નજરો માંથી ઉતરી જવું એને બે-આબરુ કહે છે.
નજરથી જો નજર મળે તો ખુમાર આવી જાય છે.
નજરથી જો નજર ટકરાય તો કંકાસ થઈ જાય

Saturday, May 7, 2011

પાણી પહેલા પાળ બાંધો

ધર્મ અને નિતી શાશ્ત્ર એમ કહે છે કે કોઈપણ કર્મ કરતા પહેલા પુરતો વિચાર કરવો જોઈએ.
આપણે ઠોકર ખાઈએ પછી જ કેમ રસ્તા પરનો પત્થર દેખાય છે?
ઝાડા થઈ ગયા બાદ જ કેમ ન લેવાનો ખોરાક વધુ લેવાઈ ગયાનુ ભાન થાય છે?
જ્યારે દુખ આવી પડે છે ત્યારે જ કેમ આચરેલા પાપો કે ભુલો દેખાવા લાગે છે?
ધંધામા નુકસાની ગયા બાદ કેમ તેના કારણો બહાર આવે છે?
એક્સીડંટ થયા બાદ જ કેમ સ્પીડમા વાહન હંકારવુ જોઈતુ ન હોતુ તેવુ જ્ઞાન થાય છે?
મુશ્કેલીઓ આવે ત્યારે જ અને તો જ કેમ સગા સંબંધીઓ યાદ આવે છે?
આપણે ખરાબ પરીણામ મેળવીએ ત્યાર બાદ જ કેમ શાણા થવાનુ વિચારીએ છીએ ???
તાત્પર્ય માત્ર એટલુજ  કે આજે દેખાતી કેટલીક સમશ્યાઓ ભુતકાળમા આંખ આડા કાન કર્યાની ઉપજ હોય છે. તમને ખબર છે ?
અમુક બાબતોને ના કહેવા માટે પણ,આપણી અંદર સળગતી હા હોવી અતિ આવશ્યક ગણાય છે.
મતલબ કે જો સમયસર ચેતી જઈએ અને ના પાડી શકીએ તે માટે
તે બાબતો વિષેના પરીણામ બાબતની સળગતી હા આપણામા કાયમ મોજુદ રહેવી જોઈએ
આપણે શા માટે આપણી અંદર સળગતી હા કેળવી શકતા નથી?
આવુ થવા માટેના બે મુખ્ય કારણો આવા હોય શકે છે.
એક તો આપણી અજ્ઞાન દશા અને બીજુ પ્રલોભનો પ્રત્યેની આપણી પરવશતા.
આપણે કરેલા કાર્યોનુ શું અને કેવું પરીણામ આવે તેમ છે  તે બાબતે
આપણી અજ્ઞાનતા કારણરુપ હોય શકે છે. જે કદાચ સહન પણ કરી લઈએ.
પરંતુ, વિપરીત કે ગલત પરીણામ આવવાની જાણકારી હોવા છતાં
જો માત્ર ને માત્ર લાલચને કારણે, પડશે એવા દેવાશે, એમ વિચારીને પરવશ બની જવુ તે વ્યાજબી છે ખરું? આત્મવિશ્વાસ એજ પ્રવ્રુત્તીનો પાયો છે, આત્મવિશ્વાસ વીના પ્રવ્રુત્તીનુ સાચુ પરીણામ ન મળે.
એક નિતી વાક્યની યાદ આવે છે કે ઉગતા રોગને કે ઉગતા શત્રુને તો તુર્ત જ ડામી દેવો હિતાવહ છે.
આજની આપણી સમસ્યાઓ એ કાંઈ આજનીજ ઉપજ નથી હોતી.
આવી સમસ્યાઓ તો ભુતકાળમા કરાયેલા ગલત કાર્યોનુ જ પરીણામ હોય છે.
માણસ ઠંડા પહોરમાજ જો મંઝીલે પહોંચવા માટે નીકળી પડે 
 તો તેને સખત ગરમીનો સામનો કરવો પડતો નથી, જે નિર્વિવાદ સત્ય છે.
પાણી પહેલા પાળ બાંધવાની વ્રુત્તી કેળવીએ તો સંભવીત વિષમ સ્થીતીને અટકાવી શકાય છે.
જો ભય હશે તો હીંમત નહી આવે, અને જો હીંમત નહી હોય તો ઈશ્વરની મદદ ના મળે.
અંગ્રજી ભાષામા આ માટે એક કહેવત છે કે
Awareness is always better than Cure

જીવન શૈલી

માણસોની જીવનશૈલી વિશે વિચારવુ હોય તો ઘણી બધી બાબતોનો સમાવેશ કરી શકાય.
તે બધી બાબતો પૈકી, એક વિશેષ મહત્વ ધરાવતી બાબત તે નકારાત્મકતા.
આપણે આપણા જીવનમાં, આપણા વાણી, વર્તન કે વ્યવહારમા, નકારાત્મકતાનો ઉપયોગ
જેટલો ઓછો કરીએ,તેટલુ આપણુ જીવન સારું અને સરળતાથી જીવી શકાયછે.
એવી કેટલાયે વ્યક્તિ જોવા મળશે
જે કોઈપણ વાતની શરુઆત નકારથી કરતી હોય છે.
જે વ્યક્તિ સતત સાવચેતી લક્ષી વિચારધારા ધરાવતી હોય,
પોતાની જાતને વિશેષ અસુરક્ષીત અનુભવતી હોય,
તે વ્યક્તિ લગભગ આવી વ્રતી ધરાવતી થઈ જાય છે.
બીજાની સપેક્ષમાં પોતે ચડિયાતી છે, હોંશિયાર છે, મહત્તાવાળી છે,
તેવી બાબતોને મનમા રાખતી વ્યક્તિ, આવી મનોવ્રત્તીનો શિકાર થઈ શકે છે,
અને તે પ્રમાણે વર્તન કરતી થઈ જાય છે. પરિણામે તે વ્યક્તિ જલ્દીથી અણખામણી બની શકે છે,
અને આંતરિક રીતે એકલતા અનુભવી શકે છે.
તેથી જ તો કહેવાય છે કે, જો હા પાડતા પહેલા બે વખત વિચારતા હોય તો,
ના પાડતા પહેલા દસ વખત વિચારવુ જોઈએ.
કારણ કે હકારાત્મકતા એક બીજાને નજીક લાવવા માટેનુ સબળ પરિબળ કહેવાય છે,
જ્યારે નકારાત્મકતા એક બીજાને દુર રાખવા માટેનુ સક્ષમ પરિબળ મનાય છે.
જરા હસી લઈએ
જેના વિષે નથી કરી શકાતી કશી આગાહી તે બીજુ કાંઈ નહી પણ માણસ જાત છે.
લોકોને બીજુ કશુ ન આવડે તો ચાલશે, પણ બહાના કઢતા તો આવડતું જ હોય છે.