બ્રહ્નાંડ એટલે શું અને તેના વિષે કેટલીક જાણવા જેવી બાબતો.
પ્રુથ્વીને ફરતે એક આંટો મારીએ તો તે અંતર લગભગ 25000 માઈલનુ થાય.
પ્રુથ્વીથી ચંદ્રનુ અંતર, આ અંતર કરતા દસ ગણુ છે. સુર્યનુ અંતર ચન્દ્રના અંતર કરતા 400 ગણુ છે.
કલાકે 500 માઈલની જડપે ઉડતા વીમાનને આટલુ અંતર કાપતા ઓછા મા ઓછા 20 વર્ષ લાગે.
સુર્ય પ્રુથ્વી કરતા તેર લાખ ગણો મોટો છે. તારાઓ પ્રુથ્વી કરતા લાખો ગણા કદ વાળા નાના મોટા સુર્યો છે.
સુર્ય પ્રુથ્વીથી સતાવન કરોડ માઈલ દૂર છે. આપણી નજદીકનો તારો 2,70,000 ગણો દૂર હોય છે.
60 સેકંડ = એક મિનિટ, 60 મિનિટ = એક કલાક, 24 કલાક = એક દીવસ,.365 દીવસ = એક વર્ષ.
પ્રકાશનો વેગ દર સેકંડે 1,86,000 માઈલ હોય છે. પ્રકાશ એક વર્ષમા જેટલુ અંતર કાપે તે અંતર એક પ્રકાશ વર્ષ.. સુર્યના પ્રકાશનુ કીરણ પ્રુથ્વી સુધી પહોંચતા આશરે સવા આઠ મિનિટ થાય છે.
જ્યારે આપણી નજીકમા નજીકના તારાના પ્રકાશના કીરણને પ્રુથ્વી સુધી પહોંચતા સવા ચાર વર્ષ થાય છે.
જે તારાઓ આપણાથી વધુમા વધુ દૂર છે તેનુ અંતર 66,000 પ્રકાશ વર્ષ છે.
સુર્યના કદ જેવડા આશરે બે અબજ તારાઓ છે.
આ તારા વિસ્વ એક લાખ પ્રકાશ વર્ષની લંબાઈ પહોડાઈ ધરાવે છે.
પણ આ બધાય વચ્ચે એક આસ્ચર્યની વાત એ છે કે એક બીજાથી10 લાખ પ્રકાશ વર્ષને આંતરે આવા લાખો તારા વિષ્વો અવકાશમા આવેલા છે અને છતાંય એમની વસાહતને હીશાબે
આખા આકાશનો 99.99 % ભાગ ખાલી ખમ રહે છે.
સ્વર્ગ અને નર્ક
દરેક માણસ જીવન પર્યંત સ્વર્ગ અને નર્ક વિષે ક્યારેક ક્યારેક વિચારતો હોય છે.
જીવન યાત્રાની અર્ધાથી વધુ મંજીલ પુરી કર્યા બાદ
માનવીને સ્વર્ગ અને નર્ક ના વિચારો આવતા થઈ જાય છે.
કારણકે ત્યારે તે કેટલીક જવાબદારી માંથી નિવ્રુત થયેલો હોય છે.
પોતાનાથી જીવાઈ ગયેલા જીવનનુ દર્શન મનમા થતુ રહેતુ હોવાથી અને તે જીવનમા પોતાનાથી થયેલા સારા કાર્યો અને ખરાબ કે અહિતકર કાર્યોની સ્મ્રુતી બાબતે વિચારો આવે છે ત્યારે તે અચુક સ્વર્ગ અને નર્ક વિષેની જાણકારી મેળવવા કે તે અંગેનુ જ્ઞાન મેળવવા તત્પરતા દર્શાવતો થઈ જાય છે. પરીણામે તેને સ્વર્ગ અને નર્ક ના વિચારો આવતા થઈ જાય છે માનવીને કાયમ સ્વર્ગ જ ગમે છે. તેને નર્ક ગમતુ નથી. શા માટે? સ્વર્ગ અને નર્ક આખીર છે શું?
ચાલો આજે આ વિષય બાબતે વિચારીએ, જો સાવ સ્પ્ષ્ટ શબ્દોમા કહેવુ હોય તો કહી શકાય કે
વિષ્વમા કે પુરા બ્રહ્માંડમા ક્યાંય સ્વર્ગ કે નર્ક નામનુ કોઈ ભૌગોલીક સ્થળ કે જગ્યા હોતી નથી.
સ્વર્ગ અને નર્ક એ માત્ર ને માત્ર આપણી માનસીક મનોદશા હોય છે. જે બાબત આપણને અપાર આનંદ અને સુખ આપે તે બાબતોમા રાચવુ, રહેવુ કે જીવન વ્યથિત કરવુ એટલે સ્વર્ગની અનુભુતી.
તેવીજ રીતે જે બાબતોથી અન્યને અસુખ થાય અને તેમનો આનંદ છીનવાઈ જાય
તેવી બાબતોમા રાચવુ, રહેવુ કે જીવન વ્યથિત કરવુ એટલે નર્કની અનુભુતી.
આમ સ્વર્ગ અને નર્ક એ આપણાથી થતા કર્મો કે કાર્યોને કારણે નિર્માણ થતી સ્થિતીથી
અનુભવાતી એક લાગણી છે. કહો કે આપણી મનોદશા છે.
સારા કર્યો કરવાથી મ્રુત્યુ બાદ સ્વર્ગમા જવાય છે કે સ્વર્ગ મળે છે તેવી ફિલસુફીને કોઈ સ્થાન નથી.
કારણકે મ્રુત્યુ પછીની સ્થિતી એ માનવીની સમજશક્તિ માટે કલ્પના છે.
અહીં એમ જરુરથી વિચારવુ અને માનવુ જોઈએ કે સારા કાર્યો કે કર્મ કરવાથી આપણુ હાલનુ અને આ જીવન સુખ અને આનંદમા વિતાવી શકાતુ હોવાથી તે જ સ્વર્ગ છે.
એવુ કહેવાય છે કે વેર એ નર્ક છે. એટલેકે શત્રુતામા જીવવુ તે નર્ક છે.
મતલબ કે જેટલા પ્રમાણમા શત્રુતા ઉભી કરીશુ તેટલા પ્રમાણમા આપણી આજુબાજુ નર્ક ઉભુ થાય છે.
કહેવાનુ તાત્પર્ય માત્ર એ જ કે જેટલા પ્રમાણમા આપણે આપણી આસપાસ
મિત્રતા, સુમેળ ભર્યુ વાતાવરણ કે સંબંધો વિકસાવી શકીએ તો તે જ સ્વર્ગ છે.
હર હમ્મેશા મિત્રતા ભર્યા અને સુખ આનંદથી ભરપુર સ્થિતીમા રહેવુ જીવવુ તેનુ નામ સ્વર્ગ.
શરીરને જીવંત રાખવા માટે જરુરી હોય છે
શ્વાસ, અને સંબંધને જીવંત રાખવા જરુરી હોય છે વિશ્વાસ.