Sunday, June 26, 2011

મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢો

જીવનમા ડગલે અને પગલે મુશ્કેલીઓ તો ઉભી થવાની જ. 
નાની એવી મુશ્કેલીઓથી પણ જે લોકો ગભરાઈ જાય છે
અથવા તો ગભરાઈ જવાનો ડર સેવતા હોય છે
તે લોકો ભલે ગમે તેટલા બુધ્ધીશાળી હોય,
ગમે તેવા સુંદર વિચારો ધરાવતા હોય,
પણ, સરવાળે એ કાંઈ કામ આવતુ નથી.
થાય છે તે જ કે જે બાબતનો તેઓને ડર હોય છે.
કારણકે તેમની અંદર જે પડ્યું હોય છે,  ઈ વખતેજ તે બહાર આવે છે.
આમ થવા પાછળનુ કારણ શું હોય છે તે જાણો છો ?
તેઓના વિચારો કાગળના ફુલ જેવા હોય છે,
બહારથી તો તે સુંદર જ દેખાય છે,
પરંતુ અંદરથી તેમા સુગંધ હોતી નથી.
એટલે કે સૌંદર્ય હોય છે પણ સુગંધ હોતી નથી.
આપણા વિચારોમાં સુગંધ તો ત્યારે જ પ્રગટી શકે છે,
જ્યારે આપણે તેમા શક્તિનુ થોડુ સીંચન કરી શકવાની આવડત ધરાવતા હોઈએ.

Saturday, June 18, 2011

મુખવટો

મુખવટો
ક્યારેક એવું બનતું હોય છે કે
જ્યાં આપણે શોધતા હોઈ છીએ ત્યાંથી તે મળતું નથી.
કારણકે આપણી જે અપેક્ષા હોય છે
તે ત્યાંથી મળી શકે તેમ હોતું નથી.
એવું પણ બનતું હોય છે કે
આશા જ્યાં રાખી હોય ત્યાં તે ફળતી હોતી નથી.
આવું બધું બનતું રહે તેનુ નામ જ જીંદગી હોય છે,
અને તેથી ક્યારેય નિરાશ થવાનુ હોતું નથી.
આપણે આપણી અપેક્ષાઓ,
શોધ કે આશા થી ક્યારેય મોઢુ ફેરવવાનુ હોતું નથી,
બલ્કે પ્રયત્નો જોર શોરથી ચાલુ જ રાખવાના હોય છે.
જ્યારે આપણી અપેક્ષાની પુર્તી થતી નથી,
આપણી આશા ફળતી નથી કે આપણી શોધ સત્ય બનતી નથી
ત્યારે મુખ્ય કારણ રૂપ એક હકીકત એ હોય છે કે
લોકો કે સમાજના માણસો કે આપણા સગા સંબંધીઓ
બધાજ પોત પોતાના ચહેરાઓ ઉપર
એક પ્રકારનો મુખવટો પહેરીને કાયમ જીવતા હોય છે.
કેટલાક લોકો તો અનેક મુખવટાઓ પહેરી રાખતા હોય છે.
દરેક માટે અલગ અલગ મુખવટાઓ.
એટલે જ તો આપણને લોકોમા જે દેખાતું હોય છે
તે ક્યારેક સાચુ હોતુ નથી.
અને તેથી આપણી અપેક્ષાઓ ત્યાં ફળી શક્તી નથી.
કારણકે જે આશાઓ આપણે શેવી હોય છે,
તે તો પેલા મુખવાટા પ્રેરીત હોય છે પછી ફળે ક્યાંથી.
સમાજમાં આપણે જોઈએ છીએ કે
જેને આપણે મોટા માણસ ગણીએ છીએ
ત્યાં જે અપેક્ષાઓ સંતોષાતી નથી
તે જ અપેક્ષાઓ ક્યારેક નાના માણસો
સહેલાઈથી સંતોષી આપવાની ક્ષમતા ધરાવતા હોય છે.
પરંતુ આપણે તેને અંડર એસ્ટીમેટ ગણતા હોય છીએ.
કહેવાનુ તાત્પર્ય માત્ર એટલું જ કે
જે લોકો પ્રમાણમા ઓછા મુખવટા રાખતા હોય
તેવા લોકો જ ખરે સમયે કામ આવતા હોય છે.
અને તે એટલુજ સુચવે છે કે
આપણે જેવા હોય તેવા જ રહેવું જોઈએ,
બને ત્યાં સુધી મુખવટા પહેરીને જીવવું જોઈએ નહી.
જે સમાજમા જેટલા મુખવટા ઓછા
તે સમાજ સાધન સંપન્ન બની શકે છે.

Saturday, June 11, 2011

हमदर्दि

ईनसानकी सबसे बडी समस्या ये नही है की उसके जीवनमें दुख आता है,
ईनसान ये जानता है की दुख के बगैर का जीवन सम्भवित हि नही होता,
सुख आता है तो उसके पीछे दुख भी आता रहेता है.
सही समस्या तो ये होती है की दुख आनेके बाद लोग हमदर्दि जताते रहेते है.
दुख को सहन कर लेनेकी क्षमता तो ईनसानको ईश्वरसे मील शकती है,
लेकीन ज्यादातर ईनसान हमदर्दि सहन नही कर पाता है.
क्युंकी जीतनी ज्यादा हमदर्दि मीलती है,
उतनाही वो अपने आपको कमझोर मेहसूस करने लगता है.
दुख से तो वो बहार नीकल आता है, लेकीन
ये हमदर्दि हि ईनसान को जीवन पर्यंत ज्यादा तकलीफ देती रहेती है.

Saturday, June 4, 2011

લલાટે જે લખ્યુ વિધાતાએ, કેમે કરીને ભુસાઈ ના.

મંદીરે પુજા પાઠ કરી ને દસેક વાગ્યે ઘરે પાછા ફરેલા તે ભાઈએ
બાલ્કનીમા દોરી પર રહેલા રહેલા કપડાઓ તરફ નઝર કરી.
પણ આ શું ?
પુજાના કપડા પહેરતી વખતે ચાલુ કપડા ત્યાં દોરી પર મુકેલા તે ત્યાંથી ગયા ક્યાં ?
આજુ બાજુ પણ જોઈ લીધું. ક્યાંય દેખાતા ન હતાં
નવાઈ પામી તેણે તેની પત્નિને પુછ્યું.
મેં પુજાના કપડા પહેરતી વખતે અહીં દોરી પર મુકેલા મારા ચાલુ કપડા ક્યાં ગયા?.
પત્નિએ નમ્રતાથી જવાબ આપ્યો હવે તે નહી મળે.
કેમ નહી મળે ? પતી બોલી ઉઠ્યો.
બન્યુ એવુ કે જોરદાર પવન આવવાથી તે ઉડી ને નીચે પડ્યા છે. પત્નિએ ખુલાશો કર્યો.
અછા એમ વાત છે, તો તું નીચે જઈને તે કપડા લઈ આવ. પતી એ કહ્યું.
હું નહી જાવ, તમારે લેવા જવુ હોય તો જાવ. પત્નિએ ઉત્તર વાળ્યો.
પણ તને લેવા જતા શેની શરમ આવે છે ? પતીએ આગ્રહ રાખ્યો.
જુઓ, વાત કાઈંક આવી છે, પત્નિ બોલી.
કોઈ એક રાજ્યમા આ વખતે નદીઓમા પુર આવવાથી
હજારો લોકો બેઘર બની ગયા છે.
અને તેઓને મદદ કરવા માટે કોઈ એક સંસ્થા વાળા
જુના કપડા ઉઘરાવવા આવ્યા હતા.
તમે પુજા કરવા ગયા હતા, તેથી તમને પુછ્યા વગર તો કપડા અપાઈ નહીં.
તેથી મે આપવાની ના જ પાડી અને તેઓએ પણ બહુ આગ્રહ કર્યો નહીં.
જો કે આપણા બીલ્ડીંગમાંથી ઘણા કુટુમ્બોએ કપડાઓ આપ્યા.
કપડાની ગાંસડી બાંધી તેઓ  ટ્રકમા જતા હતા
ત્યારે છેલી વખત યાદ આપતા ગયા,
કોઈને કપડા આપવા હોય તો આપી દેજો..
ત્યાં તો જોરદાર પવન ફુંકાણો,
અને બાલ્કનીમા રહેલા તમારા તે કપડા ઉડીને પડ્યા નીચે,
સીધા પેલા ટ્રક માં.
મેં નીચે જોયું તો એ લોકો એમ સમજ્યા
કે મેં એ કપડા રાહત કાર્યમા આપી દીધા છે.
તો હવે સમજ્યા, વાત આમ બની છે.
પત્નિએ સઘળી હકીકત જણાવતા ઉમેર્યું કે,
હજુ ટ્રક તો નીચે જ ઉભી છે.
તમારે જોઈતા હોય તો લઈ આવો.
હું તે કપડા પરત માંગવા જવાની નથી.
પતી બોલે તો શું બોલે ?
સૈન્યમા દાખલ થયેલો સૈનિક જ્યારે યુધ્ધ લડવાની ના પાડે છે
ત્યારે સેનાધિપતિ તેની યુધ્ધમાંથી હકાલપટી કરી નાખે છે.
ધર્મ કરવાના સમયે જો ગેર હાજર રહીએ
તો પણ નસીબ તેનુ કામ કરી જ નાખે છે.