Thursday, September 6, 2012

સંબંધોનુ ગણિત

કહેવાય છે કે જો કોઈ અપેક્ષા જ હોય નહી
તો તે સંબંધ લામ્બો સમય ટકી શક્તો નથી.
બેય પક્ષે કાંઈક તો અપેક્ષા હોવીજ જોઈએ,
અથવાતો કોઈ એક પક્ષે અપેક્ષા હોવીજ જોઈએ.
હકિકત આવી હોય શકે છે કે
દરેક સંબંધ પાછળ કાંઈંક ને કાંઈક કારણ હોય જ છે.
અને જ્યાં કાંઈક કારણ હોય ત્યાં અપેક્ષા હોવાની જ.
એટલે તો કહેવાય છે કે જો અપેક્ષાઓ હશે
તોજ સંબંધ હોય શકે છે.
જો સંબંધ વધુ પડતો તિવ્ર હોય
તો તેના પ્રમાણમા અપેક્ષા પણ વધુ જ હોવાની.
જે લોકો કાયમી રીતે આપણી સાથે સંકળાયેલા રહેતા હોય છે
તેઓની પાસે આપણે અપેક્ષા હોય જ છે.
જો કશી અપેક્ષા હોય જ નહી
તો જીવનમા કાંઈક ખુટતુ હોય તેવુ અનુભવાય છે.
જો આપણે અપેક્ષા રાખીએ તો એમા ખાશ કશો વાંધો આવતો નથી,
પરંતુ
એટલુ તો ધ્યાન રાખવુ જ જોઈએ કે
સંતોષી શકાય નહી એવી અપેક્ષાઓ રાખવી જોઈએ નહી.
કારણ કે દરેક સંબંધોમા
છેલ્લે સુખ અને આનંદની અપેક્ષા તો રખાતી જ હોય છે ને !!!
ખાશ ખ્યાલ રાખવો જોઈએ કે
અપેક્ષાઓ ક્યારેય પણ આધિપત્ય બની જવી જોઈએ નહી.
સમજવા જેવી આ વાત જો સમજાશે તો આનંદ આનંદ જ છે
કોઈને કશુક આપવાથી કાંય શાહુકાર નથી થઈ જવાતુ,
કોઈ પાસેથી કશુક લેવાથી કાંય ગરિબ નથી થઈ જવાતુ,
આપવુ અને લેવુ એ તો સંબંધોની રીત રસમ હોય છે,
રીત રસમ અપનાવવાથી કાંય બેહાલ નથી થઈ જવાતું.
 સાંભળી છે ને આ એક મઝેદાર વાત
કિસ્સો કેવો સરસ મઝાનો છે, બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.પલ્લું તારી તરફ નમ્યાનો તને અને મુજને આનંદ ઊંચે ગયાનો છે !
(લેનારનો હાથ હમ્મેશા નીચો હોય છે અને આપનારનો ઉપર)
ક્યારેક સાચા અને સરળ લાગતા સંબંધો
એકાએક જટીલ અને સમજાતા લાગવા માંડે છે,
જ્યારે સંબંધોનાં સમીકરણો બદલાય છે
ત્યારે સરળ લાગતા સંબંધો એકાએક જટીલ
અને સમજાતા લાગવા માંડે છે,
જેમ જેમ મકાનો ઉંચા ને ઉંચા બંધાતા જાય છે
તેમ તેમ લોકોના વિચારો નીચા થતા જાય છે.
વાહનો એટલા બધા વધી ગયા છે કે
તેમને માટે રસ્તાઓ પહોળા બનાવવા પડે છે પરંતુ
લોકોના મન દિલ કે લાગણીઓ તો સાંકડી થતી જાય છે.
લોકો પોતાના ઘર મોટા ને મોટા બનાવતા થઈ ગયા છે
પણ સાથોસાથ કુટુમ્બ નાનુ ને નાનુ થતુ જાય છે.
જ્ઞાન ના ભંડાર ભરેલા જોવામા આવે છે
પણ તકલીફ માત્ર એક જ છે નિર્ણાયક શક્તિનો અભાવ વર્તાય છે
લોકો પાસે સુખ સગવડ મોજ શોખ ના જોઈએ તેટલા સાધનો હોય છે
પણ તેના ઉપયોગ માટે સમય હોય છે ખરો ?
જેમ જેમ લોકોના ઉપયોગ માટે નાની કે મોટી
ચીજ વસ્તુઓ વધતી જાય છે
તેમ તેમ લોકોની કીમ્મત ઘટતી જાય છે.
શું એ સાચુ હોય છે કે
આવકનો ગ્રાફ જેમ જેમ ઉંચો જતો જાય
તેમ તેમ નૈતિકતાનો ગ્રાફ નીચો જતો હોય છે.?
ખાવા પીવાની ચીજ વસ્તુઓ વધતી જાય છે
પરંતુ તેના પાચન માટેની આપણી શક્તિઓ ઘટતી જાય છે.
જો ચારિત્ર્ય સારૂ હોય તો આખી દુનિયા એક પરીવાર જેવી લાગે છે.
વિનય અને વિવેક માં
અપયશનો વિનાશ કરવાની જોરદાર શક્તિ પડેલી હોય છે.
જે તક જડપે છે તે તકદિર સર્જે છે,
જે તક ગુમાવે છે તે તકલીફમાં પડે છે.
દવા ની કોઈ કીમત નથી ઈજા વગર, એટલે તો,
આજ સુધી કોઈ જીવ્યું નથી, એક - બીજા વગર,
જો કોઈ વ્યક્તિ વિના કારણ ગુસ્સે થઈ શક્તી હોય
કે પ્રસન્ન થઈ શકતી હોય
તો તેનાથી ચેતતા રહેવુ જોઈએ.
 

Saturday, July 28, 2012

આપણુ રસોડુ

આપણી તંદુરસ્તિનુ રહશ્ય હોય છે આપણુ રસોડુ અને તેમા તૈયાર થતો ખોરાક
આયુર્વેદ એવુ કહે છે કે આપણુ શરીર કફ, પિત્ત અને વાયુ ને સપ્રમાણ ધારણ કરી શકે તો શરીરને બીમાર પડવાની નોબત આવતી નથી. આપણે જે કાંઈ ખોરાક ખાઈએ છીએ તેને કારણે આપણા શરીરમા કફ, પિત્ત અને વાયુનુ પ્રમાણ વધે છે, ઘટે છે અથવાતો અતિશય વધ ઘટ થાય છે. સામાન્ય વધારો કે ઘટાડો આપણુ શરીર સહન કરી લે છે પરંતુ જો અતિશય વધારો કે ઘટાડો થાય તેવા ખોરાક લેતા રહીએ તો શરીર તંદુરસ્તિ જાળવી શક્તુ નથી અને પરીણામે નાની મોટી બીમારી આવી શકે છે.  દરેક વ્યક્તિઓની શારીરીક પ્રક્રુતિ કઈ છે તેના પરથી કફ, પિત્ત કે વાયુ ધરાવતા ખોરાક ઓછા ખાવા કે વધુ ખાવા તે નક્કી કરવુ જોઈએ. આપણી જેવી પ્રક્રુતિ હોય તે પ્રક્રુતિને વધારી મુકે તેવા ખોરાક લીમીટમાં ખાવાની ટેવ પાડવાથી બીમારીને દુર રાખી શકાય છે. જો આપણે આપણા ખોરાક માટે સચેત રહી શકીએ તો કેટલીક બીમારીઓ આવી શકતી નથી. સામાન્ય રીતે એવું સમજી શકાય છે કે જે ખોરાકમાં ચરબી અને ગળપણ વધુ રહેતુ હોય તેવા ખોરાક સાવ લીમીટમાં ખાવા જોઈએ. કારણકે તેને પચાવવા અઘરા પડતા હોય છે અને વળી તેને કારણે શરીરમા પિત્ત વધે છે અને કોલેસ્ટરોલ પણ વધી શકે છે. તેવીજ રીતે જે ખોરાકમા નમકનુ પ્રમાણ વધુ રહેતુ હોય તેવા ખોરાક વધુ પડતા ખાવાની ટેવ રાખીએ તો બ્લડ પ્રેસરની તકલીફ અને મુત્રાશયને લગત રોગ થઈ શકે છે. માણસ આખી દુનિયા ફરી વળે, પણ જ્યારે તે પોતાના ઘરે આવે ત્યારે એક પ્રકારની શાંતીનો અનુભવ કરે છે, હાશકારો અનુભવે છે. આપણા શરીરનુ પણ આવુ જ છે. શરીરમા આવેલા કેટલાયે અવયવો જો એક બીજાની સાથે તાલમેલ જાળવી રાખે તો શરીર હમ્મેશા શાંતી અનુભવી શકે છે, હાશકારો અનુભવે છે. આપણા શરીરના તમામે તમામ અવયવોને તંદુરસ્તી બક્ષવામા બે બાબત ખાશ મહત્વ ધરાવે છે, કહો કે અતિ અગત્યની છે. એક તો, આપણી જીવનશૈલી રહેણી કરણી અને બીજુ આપણો ખોરાક. કાયમ જો તંદુરસ્તી જાળવી રાખવી હોય તો તે માટે ખોરાકનો ફાળો અગ્ર સ્થાને આવે છે. જેટલુ આપણે આપણા રુપીયા પૈસા, માલ મિલ્કત, કુટુંબ, છોકરા છૈયા અને આધારીતોની બાબતો માટે કાળજી કે ચિંતા રાખીએ છીએ તેટલા પ્રમાણમા જો આપણા ખોરાકની પણ કાળજી રાખીએ તો ક્યારેય પણ ગંભીર બીમારીના ભોગ બનવાનુ થતુ નથી અને આપણી સામાન્ય સુખ શાંતી અને આનંદ ગુમાવવાનો વારો આવતો નથી. લગભગ બધાજ રોગનુ મુળ આપણો ખોરાક હોય છે. સામાન્ય રીતે લોકોનો ખોરાક પ્રત્યેનો અભિગમ એવો હોય છે કે આપણે ખાવા માટે જીવીએ છીએ, પણ વાસ્તવિકતા એ છે કે ખાવા માટે નહી પણ આપણે જીવવા માટે ખાવુ જોઈએ. એનાથી પણ આગળ વિચારતા એમ કહી શકાય કે આપણે સારી રીતે અને તંદુરસ્તી પુર્વક લાંબુ જીવવુ હોય તો ખાવા પીવાનુ ધ્યાન રાખવુ અતિ જરુરી બને છે. આપણો દૈનિક ખોરાક, શુધ્ધ સાદો સાત્વિક અને ખાશ તો સમતોલ હોવો જોઈએ. ખોરાકની શુધ્ધતા બાબતે કહી શકાય કે આપણા ઘરમા ખોરાક તૈયાર થતો હોય તેટલી શુધ્ધતા બહાર ગમે ત્યાં ખાઈએ તે ખોરાકમા શુધ્ધ્તાના ધારાધોરણ બહુ જળવાતા હોતા નથી  શક્ય ત્યાં સુધી મહીને એકાદ વખત માત્ર શોખ ખાતર બહાર જમીએ તેનો ખાશ વિરોધ હોય શકે નહી. પરંતુ મહીનામા વારંવાર બહારનુ ખાધાખાધ કરતા રહેવાની ટેવ લાંબા ગાળે આપણી તંદુરસ્તી પર જોખમ અવશ્ય લાવી શકે છે. સાદો ખોરાક એટલે એકદમ સુપાચ્ય ખોરાક. મતલબ કે તેમા ભારેપણુ (ચરબી) બીલકુલ ઓછુ હોય તેવો ખોરાક. એટલે કે ઘી દુધની વાનગીઓ કે મીઠાઈઓ કે તીખુ તળેલુ વગેરે પ્રકારના ખોરાક મહીના દરમીયાન બે કે ત્રણ વખત લઈ શકાય. પણ જો આવા ખોરાક વારંવાર ખાવા ગમતા હોય અને ખાતા રહેતા હોય તો તે આપણને મુશ્કેલીમા મુકી શકે છે. સાત્વિક ખોરાક એટલે કે શરીરની જરુરીયાત મુજબ બધાજ પ્રકારના સત્વ પ્રમાણ સર મળતા રહે તેવો વિવિધતા સભર નો ખોરાક.  સમતોલ ખોરાક એટલે કે વિટામીન, પ્રોટીન ચરબી અને કાર્બોદિત પદાર્થો શરીરની જરુરીયાતની સાપેક્ષમ જ મળતા રહે તેવો ખોરાક. આમાથી એક પણ પદાર્થનો અતિ અતિરેક ન થાય તે બાબતની કાળજી રાખવી, યાદ રાખવુ અને તે પ્રમાણે ખોરાક લેતા રહેવો તેને સમતોલ ખોરાક કહી શકાય. સાવ સાદી ભાષામા કહેવુ હોય તો કહી શકાય કે જે ચીજ વધુ ભાવતી હોય તેનો જ વાંરવાર ઉપભોગ કરતા રહેવાની આદત છોડવી જોઈએ.જો આપણે આપણા રસોડાને બહાર લઈ જઈએ એટલે કે હોટેલ કે લારી ગલ્લાઓના ખોરાક ખાધે રાખીએ તો તે બીમારી આવવાનુ નિમિત્ત બની શકે છે. તેને બદલે આપણે જો આપણા ખોરાક માટે આપણા રસોડાને જ પ્રાધાન્ય આપીએ તો તંદુરસ્તિ જાળવી રાખવા માટે તે સહાય કરી શકે છે. આપણુ રસોડુ કેટલીક એવી વસ્તુઓ સંગ્રહી રાખતુ હોય છે કે જેનો સમજદારી પુર્વક ઉપયોગ કરવામાં આવે તો આપણુ શરીર તેની તંદુરસ્તિ સારી રીતે જાળવી શકે છે. આપણા રસોડામાં રહેતી કેટલીક એવી ખોરાકી સામગ્રીઓ હોય છે કે જેનો યોગ્ય રીતે બરોબર ઉપયોગ કરી શકીએ તો આપણી તંદુરસ્તિ બર કરાર રહી શકે છે, બીમારી દુર રહી શકે છે.

Thursday, June 21, 2012

દુનિયા

કોણ સુખી અને કોણ દુખી છે, દુનિયા બધેય એક સરખી છે
સુખ અને દુખ એટલે સીક્કાની બે બાજુ, બન્ને એક બીજા સાથે સતત જોડાયેલા જ રહેતા હોય છે.
બસ, આગળ પાછળ જ હોય છે, સુખની પાછળ હોય છે દુખ અને દુખની પાછળ હોય છે સુખ.
કોઈપણ વ્યક્તિ ક્યારેય પણ અને ધારે તો પણ સતત સુખી કે સતત દુખી રહી શકતી નથી,
 ક્યારેક તો એવું લાગે છે કે, મોટા ભાગના લોકોને સુખ કરતા દુખ વધુ વ્હાલુ લાગતુ હોય છે.
કારણ કે આપણે જ્યારે તેઓને મળીએ ત્યારે તેમના દુખના રોદણા ચાલુ થઈ જ ગયા જ હોય,
તેઓની વાતો સાંભળીએ તો એવુ લાગે, જાણે કે દુનિયામાં તેમના જેવું કોઈ દુખી હોય જ નહી.
મોટા ભાગના લોકોને સુખી થવામાં જેટલી મજા આવતી હોય છે,
તેના કરતા પોતે દુખી દુખી છે તેવું કહેવામાં વધુ મજા આવતી હોય છે.
જે લોકોને દુખ એટલે શું તેની જ્યાં સુધી ખબર હોતી નથી, ત્યાં સુધી તેના જેવો કોઈ સુખી માણસ હોતો નથી.
અને જ્યાં સુધી સુખ કોને કહેવાય તેની ખબર હોતી નથી ત્યાં સુધી ઈચ્છીએ તો પણ સુખી થઈ શકાતુ નથી.
કેટલાક લોકોની જીવનશૈલી જ એવી હોય છે કે સુખી હોય ત્યારે પણ દુખી થવાની વેતરણમાં રહેતા હોય છે.
લોકો ધારે તો કોઈને દુખી કરી શકે છે પરંતુ જો કોઈને સુખી થવું હોય તો તે તેના હાથની જ વાત હોય છે.
આપણે કોઈને સુખી કરી શકતા હોતા નથી, કારણકે સુખી થવા માટેની ચાવી આપણી પાસે જ હોય છે.
સુખી થવા માટે લોકોને કારણ મળતુ હોતુ નથી, પણ જો દુખી જ થવુ હોય તો કારણ શોધવું જ પડતુ નથી.

Saturday, March 3, 2012

ઘર એક મંદિર

આપણે બધા એવું ઈચ્છતાં હોય છીએ કે આપણુ ઘર
એક સરસ મજાના મંદિર જેવુ રળીયામણુ,પવિત્ર અને સુખ આપનારૂ હોય.
લોકોને આપણા ઘરે આવવાનુ કાયમ મન થતું રહે તેવું આપણુ ઘર હોવું જોઈએ.
આપણુ ઘર એટલે અહીં મકાન કે બીલ્ડીંગની વાત નથી.
કે નથી વાત ઘરમા રહેલા ફરનીચર કે રાચ રચીલી ચીજ વસ્તુઓની.
વાત તો છે ઘરમા સાથે રહેતા આપણા સંતાનો, ભાઈ બહેનો અને માતા પિતાની. આપણુ ઘર એમનેએમ નથી પ્રાપ્ત થયું, તે તો લાખો વર્ષોની મહેનત અને યાતનાઓ બાદ પ્રાપ્ત થયેલી એક અદભુત સીસ્ટમ છે. આપણુ ઘર એટલે સ્થળ સાથેની પ્રીત અને સમય સાથેના તાલ અંગેની કેળવણી. એક બાબત કાયમ યાદ રાખવી જોઈએ. ઘરમા સાથે રહેતા સભ્યો સાથે જેટલો સહકાર રાખીએ એટલો સહયોગ પ્રાપ્ત થાય અને જેટલો સહયોગ મળે એટલો સમભાવ વધે છે. ઘરની એકધારી જીંદગી કે વસવાટથી કંટાળી લોકો ભલે ક્લબમાં જાય કે હીલ સ્ટેશન ઉપર ફરવા જાય,પરંતુ થોડા દીવસો બાદ ત્યાંથી પણ કંટાળીને પાછા ઘરે આવી જ જાય, કારણકે ઘર જે માનસિક શાંતિ આપે છે, આરામ આપે છે, લાગણીઓ આપે છે, વિશ્રામ માટે પુરતી સુવિધાઓ આપે છે તે અન્ય સ્થળે મળી શકતા નથી. એટલે તો ઘરને સ્વર્ગ કહેવાય છે, ઘરને જો મંદિર જેવુ પવિત્ર અને રળીયામણુ બનાવવું હોય તો ઘરમા સૌનો પ્રેમ અને માન વ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે માટેની પાયાની પાંચ બાબતો સમજવા જેવી છે. (1) સમભાવ, એટલેકે ઘરમા સૌ વહેંચીને ખાઈએ, એકલા એકલા ખાવું સારૂ નથી કહેવાતું. (2) કલ્યાણભાવ, એટલેકે સૌએ સાથે મળીને ધ્યેય નક્કી કરી પ્રગતી કરવી. (3) પરસ્પરતા, એટલેકે સૌ પોતપોતાનુ કાર્ય વ્યવસ્થિત કરે જેથી ઘર સંચાલન સારૂ જળવાઈ રહે. (4) સ્નેહભાવ, એટલેકે ઘરમા એક બીજા સાથે સંવાદિતા જળવાઈ રહે, સાનમાં સમજી શકીએ. (5) શ્રધ્ધાભાવ, એટલેકે વડિલો પ્રત્યે માન, સરખા પ્રત્યે સ્નેહ, નાના પ્રત્યે અનુકંપા વ્યક્ત કરતા રહેવી. જો ઘરમા તે પાંચેય ભાવ એકદમ મજબૂત હોય તો ઘરના પાયા ક્યારેય ડગમગતા નથી. સામાજિક પ્રતિષ્ઠા જોખમાતી નથી. આપણે ઘર બરોબર સાંચવવુ જોઈએ કારણકે તે સામાજિક સંસ્કારધામ કહેવાય છે. જે ધારણ કરીએ તેને ધર્મ કહેવાય છે. જો ઘરમા આપણે આપણો ધર્મ બજાવીએ નહી તો ઘરની ઈમારત ડગમગવા લાગે, સમાજમાં આપણી ફજેતી થાય, આબરૂ ઘટવા લાગે છે. આપણા ઘરને જો આપણે સમ્રુધ્ધ કરવું હોય તો ઘરમા પ્રવર્તતા ભાવાવરણને ઓળખવા જોઈએ. ઘરમા ઘણા પ્રકારના ભાવાવરણ પ્રવર્તતા હોય છે. ભાવ એટલેકે એકબીજા પ્રત્યેની લાગણી અને આવરણ એટલે જેને અંગ્રેજી ભાષામા ક્લાયમેટ કહેવાય છે એટલેકે વાતાવરણ. જે ઘરમા સૌ એકબીજા સાથે સ્નેહ ધરાવતા હોય, પરસ્પર ઉપયોગી થતાં હોય, જતુ કરવાની ભાવના ધરાવતા હોય તે સઘળાને સંવર્ધક ભાવ કહેવાય છે, જો આવા ભાવ ઘરમા કાયમી રીતે જળવાઈ રહેતા હોય તો ઘરની પ્રગતિ કે ઉન્નતિ ચોક્કસ થાય જ છે. જે ઘરમા બધુંજ ઘરના વડિલ કે મુખ્ય વ્યક્તિને પુછી પુછી ને જ કરવુ પડતુ હોય તે ઘરમાં પ્રવર્તતા ભાવને આપખુદી ભાવ કહેવાય છે. જેનાથી ઘર ટકતુ નથી. ઘર તુટતું જાય છે, ઘરના સભ્યો અલગ થવા લાગે છે. જે ઘરમાં પુરૂષ કામ ધંધેથી પરવારી ઘરે સમયસર આવવાને બદલે મોડા આવે, ભણતર અભ્યાસ કરવાને બદલે બાળકો આખો દીવસ ટીવી જોયા કરતા હોય, વડિલ વર્ગ કાવાદાવા કુથલી કે કંકાસ કર્યા કરતા હોય, તેવી સ્થીતી ઘરમા રહેતી હોય તો તેને અવ્યવસ્થિત વાતાવરણ કહેવાય છે. ઘરમા બધા એકબીજાની ભુલો કાઢ્યે રાખતા હોય, એકબીજાની સાથે લડતા ઝઘડતા રહેતા હોય, એક બીજાના માન મર્યાદાનુ ઉલંઘન કરતા હોય, નાના મોટાની તમીઝ ન હોય, ભણતર હોય પણ ગણતર ન હોય તો તેવા વાતાવરણ વાળા ઘરને ક્લેશમય કહેવાય છે. જો ઘરમા આવું ક્લેશમય વાતવરણ રહેતુ હોય તો ઘરમા કલયુગ પ્રવેશી ચુક્યો છે તેમ માનવુ જોઈએ. જ્યાં કલયુગનુ વાતાવરણ રહેતુ હોય તે ઘરમા ક્યારેય વિશ્વચેતના મદદરૂપ થઈ શકતી નથી પરીણામે ઘરના કોઈપણ પ્રશ્નોનુ નિરાકરણ આવી શક્તુ નથી. ઘરમા બધાજ સભ્યો કાયમ ઉંચા જીવે જીવતા માલુમ પડે છે, ઘરની સુખ શાંતિ જળવાઈ શકતી નથી.                                         અને છેલ્લે એક વાત
જો આપણે ઘરમા સત્તા કેન્દ્રને વિકસાવીએ નહી, પોતીકુ અને પારકુ વચ્ચેની ભેદ રેખાને ઉપસાવીએ નહી, સૌને સરખા ગણીએ અને સૌને માન આપતા રહીએ, મન સાંકડા ન બનાવીએ, મનમા ઈર્શ્યાભાવ ન જગાવીએ, સંકુચિતતા અને લઘુતાગ્રંથી થી દુર રહીએ, મનને મોટુ રાખીએ, બેઠાડુ જીવનશૈલી ન રાખીએ, કોઈની પીઠ પાછળ ઘસાતુ ન બોલીએ, વારંવાર પુચ્છ્યા કરવાની આદત ન રાખીએ, બીનજરૂરી કોઈને કામ ન સોંપીએ, આપણુ કામ જાતે જ કરીએ, ઘરમા કાયમ એક બીજા પ્રત્યે ભાવના અને લાગણીની ભીનાશ રજુ કરતા રહીએ તો ઘર એક સરસ મજાનુ મંદિર બની શકે છે.
કારણકે મનુશ્ય એ ઈશ્વરનુ છેલ્લું અને શ્રેષ્ઠ સર્જન હોવાથી તે શક્ય બની શકે છે.

Monday, February 13, 2012

મુખવટો

ક્યારેક એવું બનતું હોય છે કે આપણે જ્યાં શોધતા હોઈ છીએ ત્યાંથી તે મળતું નથી.
કારણકે આપણી જે અપેક્ષા હોય છે તે ત્યાંથી મળી શકે તેમ હોતું નથી.
એવું પણ બનતું હોય છે કે આશા જ્યાં રાખી હોય ત્યાં તે ફળતી હોતી નથી.
આવું બધું બનતું રહે તેનુ નામ જ જીંદગી હોય છે,
અને તેથી ક્યારેય નિરાશ થવાનુ હોતું નથી.
આપણે આપણી અપેક્ષાઓ, શોધ કે આશા થી ક્યારેય મોઢુ ફેરવવાનુ હોતું નથી,
બલ્કે પ્રયત્નો જોર શોરથી ચાલુ જ રાખવાના હોય છે.
આપણી અપેક્ષાની પુર્તી થતી નથી,
આપણી આશા ફળતી નથી કે આપણી શોધ સત્ય બનતી નથી
ત્યારે મુખ્ય કારણ રૂપ હકીકત એ હોય છે કે સમાજના માણસો
કે આપણા સગા સંબંધીઓ  બધાજ પોત પોતાના ચહેરાઓ ઉપર
એક પ્રકારનો મુખવટો પહેરીને કાયમ જીવતા હોય છે.
કેટલાક લોકો તો અનેક મુખવટાઓ પહેરી રાખતા હોય છે.
દરેક માટે અલગ અલગ મુખવટાઓ.
એટલે જ તો આપણને લોકોમા જે દેખાતું હોય છે તે ક્યારેક સાચુ હોતુ નથી.
અને તેથી આપણી અપેક્ષાઓ ત્યાં ફળી શક્તી નથી.
કારણકે જે આશાઓ આપણે શેવી હોય છે,
તે તો પેલા મુખવટા પ્રેરીત હોય છે પછી ફળે ક્યાંથી.
સમાજમાં આપણે જોઈએ છીએ કે જેને આપણે મોટા માણસ ગણીએ છીએ
ત્યાં જે અપેક્ષાઓ સંતોષાતી નથી
તે જ અપેક્ષાઓ ક્યારેક નાના માણસો
સહેલાઈથી સંતોષી આપવાની ક્ષમતા ધરાવતા હોય છે.
પરંતુ આપણે તેને અંડર એસ્ટીમેટ કરતા હોય છીએ.
કહેવાનુ તાત્પર્ય માત્ર એટલું જ કે
જે લોકો પ્રમાણમા ઓછા મુખવટા રાખતા હોય
તેવા લોકો જ ખરે સમયે કામ આવતા હોય છે.
અને તે એટલુજ સુચવે છે કે આપણે જેવા હોય તેવા જ રહેવું જોઈએ,
બને ત્યાં સુધી મુખવટા પહેરીને જીવવું જોઈએ નહી.
જે સમાજમા જેટલા મુખવટા ઓછા તે સમાજ સાધન સંપન્ન બની શકે છે.
એક વાત સમજવા જેવી એ છે કે.....
વ્યક્તિ ક્યારેય ખોટી નથી હોતી,
ખરાબ નથી હોતી કે નાકામ નથી હોતી.
હા, ક્યારેક સંજોગો એવા નિર્માણ પામે છે કે
 ત્યારે આપણે કોઈ વિષે એવું તેવુ સમજીએ,
અનુભવીએ કે માનીએ છીએ.
ખરેખર જો વ્યક્તિઓ તેવીજ હોય તો
આ શ્રુષ્ટી, દુનિયા, જીવવાને લાયક જ ન રહી હોય.
પરંતુ આશ્ચર્ય તો તે બાબતનું છે કે આપણે જીવી રહ્યા છીએ
અને તે બાબતજ તે હકીકતનો સક્ષમ પુરાવો બની રહે છે.
આપણા જીવનમાં જિંદગી જયારે હસાવે
ત્યારે સમજવું કે સારા કર્મો નું ફળ આવ્યું છે.
અને જ્યારે જિંદગી રડાવે ત્યારે સમજવું કે સારા કર્મ કરવાનો સમય આવ્યો છે.
જીવનમાં જેમ જેમ આપણી ઉમર વધતી જાય
તેમ તેમ ઝડપ અને શક્તિ ભલે ઘટતી જાય.
પરંતુ, આવડત, કૌશલ્ય, હોંશીયારી અને ચતુરાઈ તો વધતીજ રહેવી જોઈએ.
આપણે સૌ કુટુમ્બ લઈને બેઠા હોય છીએ
તેથી આપણા કુટુંબમાં આપણી સ્વતંત્રતા  શિસ્ત અને ત્યાગની
ક્યારેક કસોટી થતી રહેતી હોય છે
કારણકે કુટુંબ એ એકમાત્ર એવી સંસ્થા છે,
જે માણસે સ્વયં, પોતાના માટે જ, પોતાની મરજીથી રચી હોય છે.
કહેવાય છે કે દરેક કામમાં કાંઈ ને કાંઈ તો જોખમ રહેલું જ હોય છે
પરંતુ કશું જ કરવું નહી તેના જેવું મોટુ જોખમ તો એકેય નથી.
એક વાત પ્રત્યે આપણુ ધ્યાન ક્યારેય જતું હોતું નથી
તે વાત તો બસ એટલીજ છે કે આપણે ભલે તેને ધન કહેતા નથી બાકી,
દુખ આવે ત્યારે અનુભવની કમાણી તો થતી જ હોય છે.
આપણી કાયાને ક્યારેય કરગરવુ ગમતુ હોતુ નથી.
અને, મનને ક્યારેય મરવુ ગમતુ હોતુ નથી.
કાયાની સક્ષમતા અને મન ઉપરનો કાબુ,
દરેક વ્યક્તિ માટે અમુલ્ય જીવાદોરી સમાન છે.
સારા દેખાવુ સૌ કોઈને ગમતી વાત હોય છે
પણ સારા દેખાવું અને સારા બનવું એમાં ઘણોજ ફેર છે,
દેખાવમાં આપણે સારા લાગતા હોઈએ એ તો આપણને મળેલી વારસાગત ચીઝ છે.
તેથી એવું કહી શકાય કે સારા દેખાવું એ કુદરતની આપેલી બક્ષીસ છે
જ્યારે સારા બનવું હોય તો આપણે તે માટે કેળવાવુ પડે છે
એટલેકે તે ચીઝ આપણા હાથની છે તેથી કહેવાય છે કે
સારા બનવુ એ આપણા દ્વારા આપણને આપાયેલી બક્ષીશ છે....!!!
અને છેલ્લે એક વાત
જેમ જેમ રુપીયા પૈસા વધતા જાય
તેમ તેમ પરાધિનતા વધતી જાય અને સ્વાધિનતા ઘટતી જાય
આપણી કમનસીબી છે કે, આપણે પંખીની જેમ ઉડી શકીએ,
કોયલની જેમ ગીતો ગાય શકીએ, મોરની જેમ નાચી શકીએ,
માછલીની જેમ તરી શકીએ, પણ.....  માનવીની જેમ જીવી શકતા નથી.

Thursday, January 19, 2012

મુઠ્ઠી

આપણા શરીરમાં ભગવાને કેટલાક અવયવો
એકની સંખ્યામાં આપવાને બદલે બે ની સંખ્યામાં આપેલ છે,
જે કાંઈ બે બે અવયવો આપેલ છે તેની પાછળ
ભગવાને આપણને આપેલી ક્ષમતા ઉપરાંત કોઈ ને કોઈ સંદેશ છુપાયેલો છે.
આ બધી બાબતો થકી
ભગવાને આપણને બહુજ સરસ સંદેશ આપવાનુ કામ કર્યું છે.
જે તે અવયવોની ક્ષમતા અને સંદેશ સમજવા જેવા છે.
આપણને આંખ બે આપી છે,
જેથી જોવાની આપણી ક્ષમતામાં વધારો થવાથી આંખો વિશાળ રીતે જોઈ શકે છે.
સાથોસાથ આપણને બે પ્રકારની દ્રષ્ટિ મળે છે.
શું સારૂ અને શું નરસુ પારખવાની દ્રષ્ટિ.
એક કાન હોય તો પણ સાંભળી શકાય છે
પરંતુ કાન બે આપેલા છે તે એટલા માટે કે
કેટલીક વાતો આપણે સાંચવવા જેવી હોતી નથી
એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખવા જેવી હોય છે.
જીવનનુ પણ એવું જ છે દુખદાયક બાબતો સાંચવવાની હોતી નથી.
શ્વાસ લેવા માટે નાક એકજ આપેલ છે
જેને આપણે આબરૂ સાથે સરખાવીએ છીએ
પરંતુ તે નાક વાટે શ્વાસ લેવા માટે છીદ્રો બે આપેલ છે.
આપણે કાયમ એક સરખી રીતે સુઈ શકતા નથી.
એક પડખે સુઈએ તો કોઈ કારણસર તે બાજુનુ છીદ્ર બ્લોક થઈ જાય
તો બીજા છીદ્ર વાટે આપણો શ્વાસ ચાલુ રહી શકે છે.
એટલેકે જીવનમા આશા રૂપી કોઈ એક માર્ગ બ્લોક થઈ જાય તો ગભરાવુ નહી,
બીજો માર્ગ મળી શકે છે.
કીડની બે આપી છે જેથી સમગ્ર શરીરનુ લોહી ઝડપથી,
સારી રીતે અને સરળતાથી શુધ્ધ કરવાની પ્રક્રિયા ક્યારેય ખોરમ્ભાય નહી.
પગ બે આપેલા છે જેથી આપણા શરીરનુ બેલેન્સ જળવાઈ રહે
અને આપણી ચાલવાની કે દોડવાની
ક્ષમતાને કોઈ વિપરીત અસર પહોંચે નહી.
મગજ પણ બે આપેલ છે નાનુ મગજ અને મોટુ મગજ.
બન્નેના કાર્યો અલગ અલગ પ્રકારના છે.
આપણે દરેક કામગીરીઓ
સરળતાથી અને સારી રીતે કરી શકીએ તેથી હાથ બે આપેલા છે.
હાથને આપેલા પંજો આંગળીઓ અને અંગુઠાની તો વાત જ ન્યારી છે.
જો આપણે પંજાને આંગળીઓ અને અંગુઠાથી વાળી દઈએ
એટલે કે બંધ કરી દઈએ તો તેને મુઠ્ઠી કહેવાય છે.
જીવન જીવવા માટે આ મુઠ્ઠી થકી ભગવાને
આપણને જે ક્ષમતા અને સંદેશ આપેલો છે
તે બાબતે કદાચ આપણે વિચાર કરતા હોતા નથી.
હા, આપણને મુઠ્ઠીની ક્ષમતા બાબતે એટલી ખબર છે કે
બંધ મુઠ્ઠી થકી આપણે કોઈને જોરદાર માર આપી શકીએ છીએ.
પરંતુ મુઠ્ઠી થકી ભગવાને આપણને એક દીવ્ય સંદેશ આપેલો છે
જેને કદાચ આપણે અવગણતા હોઈએ છીએ.
જો મુઠ્ઠી બંધ રાખીએ તો ચીજ વસ્તુના આદાન પ્રદાન માટે
આપણા હાથના તે અગત્યના ભાગનો ઉપયોગ કરી શકતા નથી.
લોકોનુ એક માનસ સમજવા જેવુ હોય છે
કેટલાક લોકો તેઓની મુઠ્ઠી ક્યારેય બંધ કરતા હોતા નથી,
પરંતુ મોટે ભાગે લોકો પોતાની મુઠ્ઠી બંધ જ રાખતા જોવામા આવે છે.
જો આપણે મુઠ્ઠી બંધ રાખીએ તો આપણને ત્યાં હવા મળી શકતી નથી.
આપણને ખબર છે કે હવા મળી શકે નહી
તો શ્વાસ લેવા માટે અનુભવાતી તકલીફને કારણે
આપણા જીવન ઉપર ખતરો આવી શકે છે.
સંદેશ સાવ સ્પષ્ટ છે કે બીજાને ઉપયોગી થવા માટેની
આપણી દાનત કે લાગણી રૂપી મુઠ્ઠી બંધ રાખવાથી
જેમ આપણે અન્યને ઉપયોગી થઈ શકતા નથી
તેવીજ રીતે લોકો પણ આપણને ઉપયોગી થવાની બાબતને ટાળે છે.
જે આપણા જીવન માટે મુશ્કેલી સર્જી શકે છે.
મુઠ્ઠી બંધ રાખીએ તો વરસાદનુ પાણી ત્યાં ભીંજવી શક્તુ નથી,
કહેવાનુ તાત્પર્ય માત્ર એટલું જ કે
લોકોની લાગણી અને જરૂરીયાત આપણને ભીંજવી શક્તુ નથી,
આપણે લોકોને ઉપયોગી થઈ શકતા નથી
પરીણામે લોકો પણ આપણને ઉપયોગી થવાનુ ટાળે છે
જે પણ આપણા જીવનમા કેટલીક મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.
મુઠ્ઠી બંધ રાખવાથી હથેળીને સુર્ય પ્રકાશ અનુભવાતો નથી,
હથેળી સુર્ય પ્રકાશ વગરની રહે છે.
આપણે જાણીએ છીએ કે સુર્ય પ્રકાશની ગેરહાજરી
વનસ્પતિ અને સજીવો ઉપર ખતરા રૂપ છે.
આપણામાં રહેલુ જ્ઞાન કે આપણી પાસેની કેટલીક માહિતિઓ
સુર્ય પ્રકાશ જેવું જ કામ આપી શકે છે.
જો આપણુ જ્ઞાન કે માહિતિઓ રૂપી મુઠ્ઠી બંધ રાખીએ
એટલેકે અન્યના સારા કામ માટે આપણે ઓફર કરી શકીએ નહી
તો આપણને પણ અન્ય પાસેના જ્ઞાન કે માહિતિઓ મળી શકતી નથી,
કહેવત છે ને કે જેવી કરણી તેવી ભરણી.
લોકોને આપણે આપણા જ્ઞાન કે માહિતિ રૂપી
સુર્ય પ્રકાશથી વંચિત રાખીએ તો લોકો પણ
આપણા માટે તેવુજ વર્તન કરવાના છે,
જે પણ આપણા જીવનમા મુશ્કેલીઓ સર્જી શકે છે.
અને છેલ્લે એક વાત
આપણે આપણી મુઠ્ઠી કાયમ ખુલ્લી જ રાખવી જોઈએ.
ક્યારેય બંધ રાખવી જોઈએ નહી.
આપણુ જ્ઞાન, આવડત આપણી પાસે રહેલી કેટલીક માહિતિઓ,
લોકોના સારા કામ માટે વાપરવી જોઈએ, ઓફર કરવી જોઈએ.
જેથી કરીને ભગવાને આપેલા એ દિવ્ય સંદેશ રૂપી સદગુણથી
અને તેના સદુપયોગથી
જીવનમા ક્યારેય આપણે મુશ્કેલીઓ અનુભવવી પડે નહી.

Monday, January 2, 2012

HAPPY NEW YEAR

બાય બાય 2011     વેલ કમ 2012

સારૂં વાંચન અને સારા વિચાર, વ્યક્તિત્વનો એજ છે નિખાર !!


ક્યારેક એવું લાગે કે તેના શિવાય કોઈ વિકલ્પ છે જ નહી. મારી મંઝીલ તો બસ એ જ છે.
તે જો મળી જાય તો મઝા મઝા આવી જાય, જીવનમાં બસ આનંદ આનંદ છવાઈ જાય.
જ્યારે આવી મનોદશા થાય ત્યારે આપણે ઘણી બધી જરૂરી બાબતોને અવગણતા હોય છીએ.
વાસ્તવિકતા સામે આવે છે ત્યારે પગ નીચેની ધરતી જાણે કે સરકવા લાગે છે
અને આપણે જોરદાર રીતે નાસીપાસ થઈ જઈએ છીએ.
કારણકે જે જતું રહેવા માટે જ સર્જાયેલુ હતું તેને ભુલી શકાતુ નથી  
અને જે પાસે હોય છે તેની મહત્તા સમજાઈ શકતી નથી.
આવી અવઢવ ભરેલી માનસીકતા સાથે જીવવું પડતુ હોય છે.
ખરેખર જેને ન્યાય આપવો જોઈએ તે સઘળી બાબતો પ્રત્યે અરૂચી ભાવ જાગે છે.
એમ થાય કે શું કરવું અને શું ન કરવું. કોઈ એક વાત, બાબત કે વ્યક્તિ જ સર્વસ્વ હોય શકે નહી.
જે રીતે સમયની બલીહારી થકી વર્ષ 2011 જતું રહ્યું અને
વર્ષ 2012 કેટ કેટલીય નવી વાતો, બાબતો, આનંદ ઉમંગ અને વ્યક્તિઓ સાથે આવી પહોંચ્યું છે.
365 દીવસના વર્ષને બદલે 2012નુ વર્ષ એક દીવસ બોનસ તરીકે ઉમેરી 366 દીવસ લાવ્યું છે.
એવું નથી લાગતું કે આપણા હિત માટે જ એક દીવસ બોનસ તરીકે આવ્યો હોય.
આપણી જીંદગીથી વધુ સુંદર અને વધુ ઉત્તમ કાંઈ હોતું નથી.
જેવી છે તેવી આપણી જીંદગી આપણને ખુબજ વ્હાલી હોય છે અને હોવી જ જોઈએ.
વર્ષ બદલાતાં સંજોગો કે સ્થીતી બદલાતી નથી તે એક વાત છે.
પરંતુ પુરા થયેલા વર્ષની વાતો, બાબતો કે વ્યક્તિઓને પુરા થયેલા વર્ષ સાથે મુકી રાખીએ અને જો તેને ભુલી શકીએ તોજ નવું વર્ષ (2012) કંઈ કેટલાય આશાજનક વિકલ્પો આપવા માટે થનગની રહેલુ માલુમ પડશે.
હજુ તો આજે વર્ષ 2012 નો પહેલોજ દીવસ શરૂ થયો છે,
શું ખબર હવે પછીના દીવસો આપણે માટે શું શું લાવવાના હોય.
વાસ્તવિકતા તો એ છે કે પુરા થયેલા વર્ષ (2011) ને જેટલી ઝડપથી ભુલી શકીએ
તેટલી ઝડપથી શરૂં થયેલા નવા વર્ષ (2012) માં સારૂં અને આનંદદાયક શોધવું સહેલુ બનશે.
જો આપણે સારી બાબતોને ભુલી જઈએ અને જે આપણા માટે યોગ્ય ન હતું કે સારૂં ન હતું
તેને જ જો યાદ રાખીએ તો બરબાદી તો આપણી જ થવાની છે.
આપણા મોટા ભાગના દુખોનુ કારણ એ હોય છે કે જેને ભુલી જવામાં જ આપણુ હિત હોય છે
તેને આપણે યાદ રાખીએ છીએ. અને જેને યાદ રાખવાનુ હોય છે તેને આપણે ભુલી જઈએ છીએ.
વર્ષ 2011 પુરૂં થઈ ગયું, જતું રહ્યું.
તેથી તે વર્ષની અપ્રિય વાતો, બાબતો કે વ્યક્તિ ને ભુલી જવામાંજ આપણી સારપ છે.
અને જો ભુલી શકીશું તો જ વર્ષ 2012 માં આવનારી સારી વાતો,
બાબતો કે વ્યક્તિ ને આવકારી શકીશું. માણી શકીશું.
તેથી વર્ષ 2011 ની કોઈ વાત, બાબત કે વ્યક્તિને યાદ જ રાખ્યા કરીશું
તો વર્ષ 2012 માં આવનારી વાતો, બાબતો કે વ્યક્તિ માંથી સુખ મેળવવા માટે અશક્તિમાન રહી જઈશું.
અહીં એક વાત ખાશ યાદ રાખવા જેવી છે કે આપણી જીંદગી પત્તાના પેલા ત્રણ પાનાની રમત જેવી છે.
રમત દરમીયાન જ્યારે આપણે બે પત્તા ખોલીને જોઈએ છીએ
ત્યાર બાદ ત્રીજા બંધ પત્તાનો કેવો ભવ્ય ઈંતઝાર રહેતો હોય છે.
આપણી પાસેના ખુલ્લા રહેલા બે પત્તા કાળીનો અને ફુલ્લીનો એમ બે એક્કા હોય છે.
ત્રીજું જે પત્તુ બંધ પડ્યું હોય છે કે જેને જ્યાં સુધી જોયું હોતું નથી
ત્યાં સુધી તે આપણા માટે લાલનો એક્કો જ હોય છે.
મતલબ કે આપણી પાસે રહેલા પેલા ખુલ્લા બે એક્કાથી આપણે એટલા હરખાતાં હોતા નથી
જેટલુ ત્રીજુ બંધ પડેલુ પત્તુ લાલનો એક્કો જ હશે તેમ ધારવાથી હરખાઈએ છીએ.
આપણા જીવનનુ આવું જ છે.
વહી ગયેલા વર્ષ 2011 ના બન્ને એક્કા કરતાં
વર્ષ 2012 લાલનો એક્કો બનાવવામાં જ આપણા જીવનનો બેડો પાર છે.
જીવનમાં ક્યારેક કોઈ એક પ્રષ્નમાં કારણ વગરના ઉલઝતા રહેતા હોઈ છીએ.
આવા પ્રષ્નોને જો છુટા મુકી દઈએ તો જ વર્ષ 2012 આપણને અને આપણી જીંદગીને
મઘમઘતા ગુલાબના ફુલની જેમ મઘમઘાવી શકવા માટે સદાય તૈયાર જ છે
તેવો અનુભવ કે અહેશાશ થવાનો જ છે. જે માટે બે મત હોય શકે નહી......
અને છેલ્લે એક વાત
ક્યાં જવું છે તે નક્કી કર્યા વીના તો ઘાણીનો બળદ પણ ચાલતો હોય છે.
જો કાયમ નસીબને જ શોધતા રહેશુ તો તકને ઓળખવી મુશ્કેલ બની જાય છે
જેટલા નિષ્ફળતાથી ડરતા રહીએ તેટલા કાર્ય શીધ્ધીથી દુર જ રહેવાય છે.