Thursday, September 6, 2012

સંબંધોનુ ગણિત

કહેવાય છે કે જો કોઈ અપેક્ષા જ હોય નહી
તો તે સંબંધ લામ્બો સમય ટકી શક્તો નથી.
બેય પક્ષે કાંઈક તો અપેક્ષા હોવીજ જોઈએ,
અથવાતો કોઈ એક પક્ષે અપેક્ષા હોવીજ જોઈએ.
હકિકત આવી હોય શકે છે કે
દરેક સંબંધ પાછળ કાંઈંક ને કાંઈક કારણ હોય જ છે.
અને જ્યાં કાંઈક કારણ હોય ત્યાં અપેક્ષા હોવાની જ.
એટલે તો કહેવાય છે કે જો અપેક્ષાઓ હશે
તોજ સંબંધ હોય શકે છે.
જો સંબંધ વધુ પડતો તિવ્ર હોય
તો તેના પ્રમાણમા અપેક્ષા પણ વધુ જ હોવાની.
જે લોકો કાયમી રીતે આપણી સાથે સંકળાયેલા રહેતા હોય છે
તેઓની પાસે આપણે અપેક્ષા હોય જ છે.
જો કશી અપેક્ષા હોય જ નહી
તો જીવનમા કાંઈક ખુટતુ હોય તેવુ અનુભવાય છે.
જો આપણે અપેક્ષા રાખીએ તો એમા ખાશ કશો વાંધો આવતો નથી,
પરંતુ
એટલુ તો ધ્યાન રાખવુ જ જોઈએ કે
સંતોષી શકાય નહી એવી અપેક્ષાઓ રાખવી જોઈએ નહી.
કારણ કે દરેક સંબંધોમા
છેલ્લે સુખ અને આનંદની અપેક્ષા તો રખાતી જ હોય છે ને !!!
ખાશ ખ્યાલ રાખવો જોઈએ કે
અપેક્ષાઓ ક્યારેય પણ આધિપત્ય બની જવી જોઈએ નહી.
સમજવા જેવી આ વાત જો સમજાશે તો આનંદ આનંદ જ છે
કોઈને કશુક આપવાથી કાંય શાહુકાર નથી થઈ જવાતુ,
કોઈ પાસેથી કશુક લેવાથી કાંય ગરિબ નથી થઈ જવાતુ,
આપવુ અને લેવુ એ તો સંબંધોની રીત રસમ હોય છે,
રીત રસમ અપનાવવાથી કાંય બેહાલ નથી થઈ જવાતું.
 સાંભળી છે ને આ એક મઝેદાર વાત
કિસ્સો કેવો સરસ મઝાનો છે, બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.પલ્લું તારી તરફ નમ્યાનો તને અને મુજને આનંદ ઊંચે ગયાનો છે !
(લેનારનો હાથ હમ્મેશા નીચો હોય છે અને આપનારનો ઉપર)
ક્યારેક સાચા અને સરળ લાગતા સંબંધો
એકાએક જટીલ અને સમજાતા લાગવા માંડે છે,
જ્યારે સંબંધોનાં સમીકરણો બદલાય છે
ત્યારે સરળ લાગતા સંબંધો એકાએક જટીલ
અને સમજાતા લાગવા માંડે છે,
જેમ જેમ મકાનો ઉંચા ને ઉંચા બંધાતા જાય છે
તેમ તેમ લોકોના વિચારો નીચા થતા જાય છે.
વાહનો એટલા બધા વધી ગયા છે કે
તેમને માટે રસ્તાઓ પહોળા બનાવવા પડે છે પરંતુ
લોકોના મન દિલ કે લાગણીઓ તો સાંકડી થતી જાય છે.
લોકો પોતાના ઘર મોટા ને મોટા બનાવતા થઈ ગયા છે
પણ સાથોસાથ કુટુમ્બ નાનુ ને નાનુ થતુ જાય છે.
જ્ઞાન ના ભંડાર ભરેલા જોવામા આવે છે
પણ તકલીફ માત્ર એક જ છે નિર્ણાયક શક્તિનો અભાવ વર્તાય છે
લોકો પાસે સુખ સગવડ મોજ શોખ ના જોઈએ તેટલા સાધનો હોય છે
પણ તેના ઉપયોગ માટે સમય હોય છે ખરો ?
જેમ જેમ લોકોના ઉપયોગ માટે નાની કે મોટી
ચીજ વસ્તુઓ વધતી જાય છે
તેમ તેમ લોકોની કીમ્મત ઘટતી જાય છે.
શું એ સાચુ હોય છે કે
આવકનો ગ્રાફ જેમ જેમ ઉંચો જતો જાય
તેમ તેમ નૈતિકતાનો ગ્રાફ નીચો જતો હોય છે.?
ખાવા પીવાની ચીજ વસ્તુઓ વધતી જાય છે
પરંતુ તેના પાચન માટેની આપણી શક્તિઓ ઘટતી જાય છે.
જો ચારિત્ર્ય સારૂ હોય તો આખી દુનિયા એક પરીવાર જેવી લાગે છે.
વિનય અને વિવેક માં
અપયશનો વિનાશ કરવાની જોરદાર શક્તિ પડેલી હોય છે.
જે તક જડપે છે તે તકદિર સર્જે છે,
જે તક ગુમાવે છે તે તકલીફમાં પડે છે.
દવા ની કોઈ કીમત નથી ઈજા વગર, એટલે તો,
આજ સુધી કોઈ જીવ્યું નથી, એક - બીજા વગર,
જો કોઈ વ્યક્તિ વિના કારણ ગુસ્સે થઈ શક્તી હોય
કે પ્રસન્ન થઈ શકતી હોય
તો તેનાથી ચેતતા રહેવુ જોઈએ.
 

No comments:

Post a Comment