અસંખ્ય અને અદભુત રંગોનો સાગર એટલે આપણુ જીવન.
અને આ તમામ રંગો પૈકી અગત્યના રંગો એટલે
ઘણુ બધુ સાંભળી શકવુ, ઘણુ બધુ સુંઘી શક્વુ,
ઘણુ બધુ જોઈ શક્વુ, ઘણા બધા સ્વાદ માણી શકવા વગેરે
આ તમામ આપણને ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલી અણમોલ ભેંટ છે.
આવી અણમોલ ભેંટનો
શું ખરેખર આપણે ઉપયોગ કરી શકીએ છીએ ખરાં ?
જરા નીરાંતે વિચાર કરવાથી સમજાય છે કે
એ લગભગ શક્ય બનતુ નથી હોતું.
આપણે એજ સાંભળતા હોય છીએ જે આપણને ગમતુ હોય
અથવા તો જેમા આપણો કોઈ સ્વાર્થ છુપાયેલો હોય છે.
આપણે એજ સુંઘી શકીએ છીએ જે સુગંધ આપણને ગમતી હોય છે.
જોવા ની જ્યારે વાત આવે છે ત્યારે કહેવાનુ કે
આપણે ખરેખર કશુ જોઈ શકીએ છીએ?
બસ, એજ જોઈ છીએ
જે આપણને ઉપયોગી હોય કે આપણા માટે લાભદાયી હોય.
અને સ્વાદની વાત આવે ત્યારે તો
આપણને ગમતો સ્વાદ યાદ આવી જાય
અને મોઢામાં પાણી આવવા લાગે ખરું ને.
પણ તે શીવાયના સ્વાદ ક્યારેય પારખી શકીએ છીએ ખરા?
માણી શકીએ છીએ ખરા ?
વાસ્તવિકતા એ છે કે આપણે સ્વીકારી લીધેલા
બંધનો અને મર્યાદાઓ જ
આપણને આ અણમોલ ભેંટનો સદ ઉપયોગ કરતા રોકી રાખે છે.
હકીકત એ છે કે આપણે તેનો સદ ઉપયોગ કરવા માટે
આપણી જાતને કેળવવી પડે છે,
કેળવણી વગર એ તમામ શક્ય નથી.
જ્યાં સુધી મનને કેળવી ન શકીએ ત્યાં સુધી તે શક્ય નથી.
ઈન્દ્રીયો તો પોતાના ભાગે આવેલુ કાર્ય કરી જાણે છે,
તેના થકી આનંદ અને સુખ પ્રાપ્ત કરવા માટે મનને કેળવવુ પડે છે.
આપણી પાસે આંખો તો છે જ,
પરંતુ દ્રષ્ટિ હોતી નથી એવુ બની શકે છે.
દ્રષ્ટિ મેળવવા માટે મનને શીક્ષણ આપવું પડે છે,
તૈયાર કરવુ પડે છે.
માનસિક દ્રષ્ટિ વગર આંખો કશું કરી શક્તી નથી,
હા જોઈ શકાવે છે, પરંતુ આનંદ પ્રાપ્ત કરાવી શક્તી નથી.
આ નીયમ અન્ય ઈન્દ્રીયોના કાર્યને પણ લાગુ પડે છે.
સુંઘવુ, સ્વાદ માણવો, સાંભળવુ વગેરે માટે યોગ્ય કેળવણીની જરુર રહે છે.
જ્યાં સુધી આપણામા આ તમામ કેળવણીઓ કેળવાશે નહી
ત્યાં સુધી ઈશ્વરે આપણને આપેલી પેલી ભેંટોનો
આપણે સદ ઉપયોગ કરી શકીશુ નહી.
પૈસા હોય ત્યાં પ્રષ્નો હોય જ,
રુપીયા હોય ત્યાં રોદણા હોય જ,
મીલકત હોય ત્યાં માયા હોય જ,
અને જો આ પૈકી કાંય ન હોય તો
જીવનમા એકદમ સુખ શાંતી અને સંતોષ તો હોય જ