Saturday, November 26, 2011

જિન્દગી

આજની મળેલી થોડીક ખુશીને માણી લો, કાલની કોને ખબર છે
ગઈકાલની ભુલોને સુધારીલો, કાલની કોને ખબર છે
આવતી કાલની ચિંતાઓને છોડી દો, કાલની કોને ખબર છે
શોધવા જશો તો સુખ મલવાનુ નથી, કાલની કોને ખબર છે
આજની જીંદગીમાં નકારને છોડી દો, કાલની કોને ખબર છે
આપણુ જીવન આપણા વિચારો થકી જ ઘડાય છે અને જીવાતુ રહે છે.
જેને આપણે સંસ્કાર કે ખાનદાની કહીએ છીએ,
તે બીજુ કશુંજ નહી પરંતુ આપણા સારા વિચારોનો સમૂહ છે.
જીવનમા ઉદભવતી વિશિષ્ટ પરીસ્થીતીઓને
આપણે ક્યા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ તથા
કેવી રીતે તેનુ મુલ્યાંકન કરીએ છીએ,
તે જ કાં તો સુખ હોય છે અથવા તો દુખ હોય છે.
સુખ કે દુખ આપણી વિચારશ્રુષ્ટિ પર અવલંબિત હોય છે.
જો આપણે ખરાબ વિચારોને દેશવટો આપી શકીએ
તો તેને આપણી ખાનદાની કહેવાય છે.
આપણી જીંદગી કેવી વીતાવવી તેનો સંપુર્ણ આધાર
આપણી વિચારશ્રુષ્ટિ પર રહેલો છે.
આપણે જો આપણી જીંદગીમાંથી
ખામીઓ શોધતા રહીશુ તો એ પારાવાર મળવાની જ છે
તેને બદલે જો આપણે ખુશી શોધતા રહીશું
તો તે પણ પારાવાર મલશે જ.
પસંદગી તો અંતે આપણે જ કરવાની છે કે ખુશી શોધવી છે,
ખુશ થવું છે કે પછી ખામીઓ શોધીને નાખુશ રહેવુ છે.
આપણને સુખ ત્યાં સુધી પ્રાપ્ત થતું નથી
જ્યાં સુધી આપણે વિશ્વાસ અમુક ચીજો પર કરીએ
અને અમલ કરીએ બીજી જ કોઈ ચીજ પર.
આપણા શ્વાસ અને આપણા વિચારો સતત ચાલતા જ રહે છે,
ન તો તેને રોકી શકાય છે કે ન તો તેને અટકાવી શકાય છે.
હા વિચારોને વાળી શકાય છે, ખરાં.
એટલે જ તો કહેવાય છે કે
સારા વિચારો ધરાવવા એ આંતરીક સુંદરતાની સચોટ નીશાની છે.
જીવન એટલે પ્રભુ સાથે ચેસની રમત રમવી.
આપણી દરેક ચાલ બાદ તે ચાલ ચાલે છે.
ફરક માત્ર એટલો છે કે આપણી ચાલ પસંદગી કહેવાય છે
અને તેની ચાલ એ કસોટી કહેવાય છે.
ભગવાન ક્યારેય દુખ આપતા નથી,
જે કાંય દુખ જેવુ અનુભવાતુ હોય છે
તે આપણાથી આચરાયેલા કર્મોનુ ફળ હોય છે.
 જીવનમા ક્યારેક આપણને દુખનો ભાર લાગે છે
તે આપણા ઉપર આપણો જ અધિકાર છે તેની ચેતવણી છે.
જ્યારે દુખનો ભાર હોય છે ત્યારે એક અનુભવ એવો થાય છે કે
આપણને એમ લાગે કે જે કોઈ લોકો આપણને મળતા હોય છે
તેઓ આપણાથી વધુ સમજદાર લાગતા હોય છે.
એટલે જ તો કોઈ સંતે કહ્યું છે કે
જો બધું જ પકડીને રાખશો તો અંતે તો કાંઈ મળવાનુ નથી.
દુખને પકડી રાખતા નહી, તેને વ્યક્ત થવા દેજો,
સમય જતાં તે પણ જતુ રહેશે.
આપણા જીવનમા આવતા દુખ શેને આભારી છે તે જાણો છો ?
આપણે બસ, અધિકાર જતાવવામાંથી બહાર નીકળી શકતા નથી.
એક વાત બરોબર સમજવા જેવી છે કે
અધિકારનો નશો આપણને અંધ બનાવી મુકે છે.
જો આપણે કાંઈ પકડી રાખવું હોય
તો સૌ પ્રથમ તો તેને છોડતા શીખી જવુ જોઈએ.
દુખ ને જો છોડી શકીએ તો જ સુખને પકડી શકાય છે,
જે નિર્વિવાદ સત્ય છે.

Thursday, November 10, 2011

11-11-11

લીંબુ. તેનામાં પોટેશ્યમ ભરપુર હોવાથી હ્રદય માટે તે ગુણકારી છે. તેમાં વિટામીન સી વધુ હોવાથી તે સ્ફુર્તિ દાયક અને તંદુરસ્તી વર્ધક, કુદરતી ક્લીન્ઝર છે. શરીરની આંતરિક સફાઈ માટે તે ઉત્તમ ગુણકારી છે. તેનામાં બેક્ટેરીયાને નાશ કરવાની અપાર શક્તિ રહેલી છે.શરીરમા રહેલા ઝેરી તત્વોનો તે સફાયો કરી જાણે છે. ખોરાક ઉપર તેનો રસ ઉમેરી ખાવાથી પાચન સારુ થાય છે અને ગેસ ઉત્પન્ન થતો નથી.આખુ વરસ રોજનુ એક લીંબુના રસનુ સેવન કરવુ જોઈએ.
શીયાળામાં તેનો વિશેષ ઉપયોગ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબુત બને છે.
લીંબુના વિવિધ ઉપયોગ. કબજીયાતના દર્દ માટે દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણીમા એક લીમ્બુનો રસ ઉમેરી પીવાથી પેટના બધાજ વિકારો મટે છે.અઠવાડીયામા એક વખત નવશેકા પાણીમા એક લીમ્બુનો રસ તથા થોડુક સંચળ ઉમેરી પીવાથી આંતરડાની સફાઈ થાય છે.લીમ્બુના રસમા મધ અને કાળા મરીનો ભુકો ઉમેરી પીવાથી એડકી બંધ થાય છે.તાઝા લીમ્બુના રસની નાકમાં પીચકારી મારવાથી નસકોરી ફુટી હોય તો લોહી નીકળતુ બંધ થઈ જાય છે.ચપટી હીંગને લીમ્બુ રસ સાથે ચુસવાથી વાઈ ના રોગમાં લાભ થાય છે.સરસવ ના તેલ સાથે લીમ્બુના રસને ભેળવી દાંત પર ઘસવાથી દાંતની ચમકમાં વધારો થાય છે, સાફ થાય છે. લીમ્બુના રસ સાથે ફટકડીનુ ચુર્ણ મીક્ષ કરી ખરજવાવાળી જગ્યાએ લગાવવાથી ખરજવુ મટી શકે છે. લીમ્બુના રસને સાંધાઓ દુખતા હોય તો તે જગ્યાએ ઘસવાથી સોજા કે દુખાવો મટી જઈ શકે છે. થોડાક લીંવુ લેવા તેના દરેકના ચાર ટુકડા કરી તેની સાથે મરી અને સુંઠનુ વ્હુર્ણ રાખી તે બધાયને એક બાટલીમા ભરી લેવા. આ બાટલીને એક માસ સુધી તડકે રાખવી જેથી બધાય લીંબુ ગળી જાશે. હવે તેમાથી થોડુ થોડુ દરેક જમણ પહેલા લેવાથી,અરુચી ઉબકા મંદાગ્ની કબજીયાત મોઢામા બેસ્વાદ પણુ મોઢામાથી લાળ પડ્યે રાખવી વગેરે તકલીફોમાંથી છુટકારો મળી જાય છે.કમળો લીવરની તકલીફ કે ગેસ રહેતો હોય તો હીતાવહ છે.