Saturday, April 30, 2011

LIFE

જીંદગી મળવી એ કદાચ નસીબની વાત હોય શકે છે
અને મોત મળવુ એ તો સમયની વાત કહેવાય છે
મોત પછી પણ જો કોઈના દિલમાં જીવતા રહેવુ હોય છે
એ તો જીવતા હતા ત્યારે કરેલા કરમોની જ વાત હોય છે
જીવનમાં મુશ્કેલીઓ તો અનેક આવતી હોય છે
પરંતુ તે દરેકનો એક રસ્તો ઈશ્વર જરૂર આપતા હોય છે
અને એ રસ્તો એના જ નસીબમાં મળી શકતો હોય છે
કે જેઓ પોતાનો ચહેરો સદાય હસતો રાખી શકતા હોય છે
કહેવાય છે કે સુખ દુખ તો કરેલા કર્મોની બલીહારી હોય છે
ના ડરવું દુખથી કે કદી ખુશ થવું સુખથી એજ તો ચેતના છે
જો તકલીફો આવે તો સહન કરવુ જીંદગીનુ એ તો કામ છે
કારણ કે જે સહન કરી જાણે છે તે જ મહાન બની શકે છે
સોનુ જેમ તપે સહન કરે તેમ તેની કીમ્મત વધે જ છે
કેટલુ જીવ્યાં તે અગત્યનુ નથી હોતું એવું કહેવાય છે
કારણ કે અગત્યતા તો કેવુ જીવ્યા તેને જ અપાતી હોય છે
આપણુ જીવન તો સદાય ખળખળ વહેતી નદી જેવું હોય છે
જીવનના રસ્તામાં ખાડા ટેકરા બધુય આવતું જ હોય છે
પણ આપણે તો પેલી નદીની જેમ વહેતુ રહેવાનુ હોય છે
અટકવાનુ હોતુ નથી સાવચેતીથી આગળ વધતા રહેવાનુ હોય છે
જીવનમા ઉત્સાહ અધિક અને દિલમા પ્રેમ જાળવી રાખવાનો હોય છે
ખાડાઓ આવે તેને તારવવાના હોય છે ટેકરાઓ કુદી જવાના હોય છે
બધાયને પ્રેમ આપતો રહેવાનો અને જીવન જીતતા રહેવાનુ હોય છે
ઉમર ગમે તેટલી હોય મન કાયમ ખુશહાલ રાખવાનુ હોય છે
દીમાગ હમ્મેશા શાંત રાખવાનુ અને દિલ ભર્યં ભર્યું રાખવાનુ હોય છે
મનની અને શરીરની તંદુરસ્તી જાળવી રાખવાની હોય છે
લોકોના જીવનમાં અડધી ભૂલો તો એટલા માટે થાય છે
કે જયાં વિચારથી કામ કરવવાનુ થતું હોય છે
ત્યાં લોકો લાગણીશીલ થઇ જઇને કામ કરતા હોય છે
 અને જયારે લાગણીની ખુબજ આવશ્યકતા હોય છે
ત્યારે લોકો માત્ર વિચાર જ કરતા રહેતા હોય છે

Saturday, April 23, 2011

ચિનગારી

એક નાનકડુ જૂઠ,
પણ તેને રજુ કરવાની રીત અને સમય પણ એવો
કે કોઈના જીવનમા ઉથલપાથલ કરી મુકે.
એક નાનકડો સ્વાર્થ,
પણ તે પ્રાપ્ત કરવા માટેની રીત અન્યના જીવનને મુશ્કેલીમા મુકી શકે.
એક નજીવુ સત્ય,
પણ તેની જાણકારી આપણામા રહેલા અજ્ઞાનને દુર કરી શકે.
એક એવી લાગણી,
પણ તે રજુ કરવાની ભાષા આપણને વિચારતા કરી શકે.
એક મંદ પ્રકાશ,
પણ ઓરડામા વ્યાપેલા ભયંકર અંધકારને હટાવી શકે.
એક કડવો સ્વાદ,
પણ અંત તરફ જઈ રહેલા જીવનને પાછુ વાળી શકે.
એક મિઠી વાનગી,
પણ ભોજનની આખી થાળીની શોભા વધારી શકે.
એક નાનીસી માંગણી,
પણ કોઈના જીવનને અસ્તવ્યસ્ત કરી શકે.
એક ચિનગારી, પણ આખા ને આખા જંગલને ભસ્મીભુત કરી શકે.

Tuesday, April 19, 2011

GOD

હે ભગવાન !!
વિતેલા પળે પળની યાદ તમે જ છો પ્રભુ,
અને વળી ઈ યાદમાં પણ કોઈની ફરીયાદ પણ તમેજ છો પ્રભુ,
શું કહુ બીજુ પ્રભુ, કોઈના જીવનનો છેલ્લો શ્વાસ પણ તમે જ છો,
અને તે શ્વાસમાં કોઈનો વિશ્વાસ પણ તમેજ છો પ્રભુ,
પુછવાનુ તો એવુ મન થાય છે કે પુછીજ લવ છુ, પ્રભુ કેમ છો તમે?
મનને મનાવવુ સહેલુ નથી, મનમાં રહેલી પ્રભિની છબીને ભુલાવવું સહેલુ નથી
પ્રેમમાં મરનાર તો લાખો હોય શકે છે દુનીયામાં,
પણ હે પ્રભુ, પ્રેમમા થયેલી હાર સ્વિકારી જીવવુ સહેલુ નથી હોતું
સામે રહો નહિ તો સપના માં આવશો, નક્કી નહિ તમે ક્યારે આવશો,
ચારે તરફ તમને જોયા કરું છું પ્રભુ,  છતાં પણ, કહી દો કે મારી દુનિયામાં  ક્યારે આવશો?

Tuesday, April 5, 2011

BE CO-OPERATIVE

મનુષ્ય જીવનનો અંત
કોઈપણ માનવી, આધાર વગર, લગાવ વગર, શ્વાર્થ વગર, ઈચ્છા વગર,
જવાબદારી વગર, લાગણી વગર, મોહ વગર, ભક્તિ વગર, જીવી શકતો નથી.
કહેવાનુ તાત્પર્ય માત્ર એટલું જ કે જીવનના કોઈ એક તબક્કે જો ઉપરોક્ત તત્વો પૈકી
એક પણ તત્વ જીવનમા રહે નહી તો માનવી મ્રુત્યુ તરફ ખુબજ જડપથી ગતી કરતો થઈ જાય છે.
જ્યારે માનવીને જીવવા માટે કશુજ રહેતું નથી ત્યારે તે પોતાના અંત તરફ જતો જાય છે.
આ બધાય તત્વોને જરા વીગતે જોઈએ તો...
* જો જીવવા માટે માનવી પાસે કોઈ આધાર ન હોય તો તેનુ જીવન અંત તરફ ગતી કરવા લાગે છે.
(અહીં આધારની વ્યાખ્યા કે અર્થ કે સ્વરૂપ કાંઈ પણ હોય શકે છે)
* જો જીવવા માટે માનવી પાસે કોઈ લગાવ ન હોય તો માનવી દીલ થી નબળો પડતો જાય છે.
માનસીક રીતે પણ નબળો પડતો જાય અને જીવન અંત તરફ ગતી કરતુ થઈ જાય છે.
* જો જીવવા માટે માનવીને કોઈ શ્વાર્થ ન હોય તો તે અતિ જડપે નિરાશાવાદી થતો જાય છે
અને આ નિરાશાવાદી વ્રત્તી કે પરીબળ જીવનનો અંત લાવવા માટે પ્રબળ ભુમિકા ભજવી જાય છે.
* જો જીવવા માટે માનવીને કોઈ ઈચ્છા ન રહે તેવી સ્થીતી નિર્માણ પામે ત્યારે
માનવી જીવનના અંત તરફ સરકવા લાગે છે
* જો જીવવા માટે માનવીના શીરે કશી જ જવાબદારી ન રહે તો પોતે પ્રીયાશીલ રહી શક્તો નથી
માનસીક રીતે નિશ્ક્રીય થતો જાય છે અને જીવન અંત તરફ ગતીશીલ બને છે.
* જો જીવવા માટે કોઈ લાગણી જ ન રહે કે લાગણીશીલ રહેવા માટે કોઈ આધાર જ ન રહે તો
માનવીનુ મ્રુત્યુ નિસ્ચીંત નજીક આવતુ જાય છે.
* જીવવા માટે માનવીને કશો મોહ જ ન તહે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ પ્રત્યે મોહ માયા રહે જ નહી
તો જીવનનો અંત નજીક આવતો જાય છે.
* જીવન જીવવા માટે જો માનવી પાસે ભક્તિ સ્વરૂપ કોઈ પરીબળ રહે જ નહી
તો માનવીના જીવનનો અંત લાવવા માટે તે સ્થીતી પ્રબળ નીમીત્ત બની શકે છે.
*** જ્યારે કોઈ માનવીનુ જીવન આ પ્રમાણે જીવાતુ હોય ત્યારે
આપણે જે તે માનવીને અકાળે મ્રુત્યુ તરફ જતો અટકાવવા માટે
આધાર બની શકીએ, લગાવ યોગ્ય બની શકીએ, આપણામા તેને સ્વાર્થ જાગે તેવા બની શકીએ,
તેને એવી જવાબદારી સોપીએ કે તે સહન કરી શકે પોતે ઉપયોગી થઈ શકે તેમ છે તેવી અનુભુતી કરાવી શકે
શક્ય તેટકલી તેઓની લાગણીને સમજીએ, યોગ્ય અર્થમા મુલવીએ, જરૂરી પ્રતિભાવ આપીએ.
તેને શેનોક મોહ જાગે તેવુ કશુંક આયોજન કરીએ અને તેમા તેને સામેલ કરીએ.
તેમનુ જીવન ભક્તિમય બને તેવુ વાતાવરણ ઉભુ કરીએ.