એક નાનકડુ જૂઠ,
પણ તેને રજુ કરવાની રીત અને સમય પણ એવો
કે કોઈના જીવનમા ઉથલપાથલ કરી મુકે.
એક નાનકડો સ્વાર્થ,
પણ તે પ્રાપ્ત કરવા માટેની રીત અન્યના જીવનને મુશ્કેલીમા મુકી શકે.
એક નજીવુ સત્ય,
પણ તેની જાણકારી આપણામા રહેલા અજ્ઞાનને દુર કરી શકે.
એક એવી લાગણી,
પણ તે રજુ કરવાની ભાષા આપણને વિચારતા કરી શકે.
એક મંદ પ્રકાશ,
પણ ઓરડામા વ્યાપેલા ભયંકર અંધકારને હટાવી શકે.
એક કડવો સ્વાદ,
પણ અંત તરફ જઈ રહેલા જીવનને પાછુ વાળી શકે.
એક મિઠી વાનગી,
પણ ભોજનની આખી થાળીની શોભા વધારી શકે.
એક નાનીસી માંગણી,
પણ કોઈના જીવનને અસ્તવ્યસ્ત કરી શકે.
એક ચિનગારી, પણ આખા ને આખા જંગલને ભસ્મીભુત કરી શકે.
No comments:
Post a Comment