ઈતની જલ્દી ક્યા હે ગૌરી સાજન કે ઘર જાનેકી,
સખીયો કે સંગ બેઠ જરા, કુછ બાતે હે સમજાને કી.
જુની હિન્દી ફિલ્મનુ આ એક રસીલું અને મધુર ગીત
આપણને આપણા સ્વભાવનો પરિચય કરાવી જાય છે.
આપણે ઘણી વખત જોયુ છે અને ક્યારેક અનુભવ્યુ પણ હોય છે કે
જ્યાં આપણો વજનદાર સ્વાર્થ હોય છે ત્યાં, જ્યાં આપણી જોરદાર લાગણી સંકળાયેલી હોય છે ત્યાં, આપણે અનહદ ઉતાવળ કરતા હોઈએ છીએ.
આવું કેમ થતું હોય છે?
આપણે કેમ એવી ઉતાવળ કરીએ છીએ?
માનવીનો સ્વભાવ સામાન્ય રીતે
લાગણીશિલ અને સ્વાર્થી તો હોય જ છે.
પરંતુ જ્યારે આ બન્ને પરીબળોમા
માનવીનુ મન ઓતપ્રોત થઈ જાય છે,
ત્યારે તેને તેના શિવાય બીજુ કંઈ સુજતુ જ નથી.
અને પરીણામે તે પોતાના તે સ્વાર્થ કે લાગણીની ત્રુપ્તી માટે
એકદમ ઉતાવળો બની જાય છે.
વિચાર અને આચરણ વચ્ચે
જેટલો વિલંબ વધુ
તેટલી આચારણની તિવ્રતા ઓછી.