Friday, July 15, 2011

માનવુ પડશે હો.

* જો કોઈ વ્યક્તી આપણી તરફના પ્રેમના વર્તુળને
એકદમ નાનુ બનાવીને આપણને તે વર્તુળમાંથી બહાર કાઢી દે,
તો ગુસ્સે થયા વગર આપણા પ્રેમનુ વર્તુળ
એટલુ બધુ મોટુ બનાવી દેવુ જોઈએ
કે જેથી તેમનુ નાનુ વર્તુળ
આપણા મોટા વર્તુળમાં સમાઈ જાય
* કોઈની સાચી અને સારી વાત
આપણે કદાચ સહેલાઈથી સાંભળી શકીશું,
પરંતુ, એજ સાચી અને સારી વાતનો,
આપણા જીવનમા અમલ કરવામા તો,
નવનેજા પાણી ઉતરી જાય શકે છે.
* પગમા બુટ પહેરેલા હોય તો જ કાંટા વાળા રસ્તે ચાલજો,
એટલે કે ખીસ્સામા જેટલા દોકડા હોય તેટલા જ ઠેકડા મારજો,
નહીંતર પસ્તાવાનો વખત આવે છે.

No comments:

Post a Comment