Saturday, August 27, 2011

તંદુરસ્તી

 સારી તંદુરસ્તી જાળવી રાખવા માટે ખાનપાન ના નીયમોને અનુસરવુ જોઈએ
  ખાવા પીવાના નીયમોનુ પાલન કરવામા ન આવે તો શરીર રોગગ્રસ્ત બન્યા વીના રહેતુ નથી.
માટે ખાનપાનના કેટલાક નીયમો જાણી સમજી લઈએ.
(1) જ્યાં સુધી ભુખ લાગે નહી ત્યાં સુધી ખાવુ નહી.
ઘરની અન્ય વ્યક્તિઓને જમવાનો સમય થઈ ગયો હોય  અને તેઓ જમી લેતા હોય તો પણ
આપણને જ્યાં સુધી ભુખ લાગે નહી ત્યાં સુધી જમવુ જોઈએ નહી.
(2) શારીરીક અને માનસીક શ્રમ વગર સાચી ભુખ લાગી શકતી નથી.
હર હમ્મેશ અને દરરોજ શારીરીક શ્રમ કાર્ય તો કરતા જ રહેવુ જોઈએ.
બેઠાડુ જીવનશૈલી હોય તો  દરરોજ સવાર સાંજ
બે પાંચ કીલોમીટર તો અચુક અને જડપથી ચાલતા રહેવાની આદત પાડવી જ જોઈએ.
(3) શક્ય હોય ત્યાં સુધી સવારનો નાસ્તો લેવાની આદત બંધ કરવી.
જો ન જ ચાલે તેમ હોય તો સાવ હળવો અને ઓછી માત્રામા સુપાચ્ય ખોરાક લેવો જોઈએ.
 (4) મોઢુ સુકાઈ ગયુ હોય ત્યારે જમવુ નહી,
મોઢામા કડવો સ્વાદ હોય, ખાટા ઓડકાર આવતા હોય, તો જમવુ નહી.
તેવી જ રીતે, બહુ થાકી ગયા હોઈએ, ક્રોધ કર્યો હોય ત્યારે, માનસીક ઉદ્વેગ હોય ત્યારે,
વગેરે સ્થીતીમા પહેલા થોડો આરામ કરી જે તે અસર નાબુદ થયા બાદ જમવુ જોઈએ.  
(5) એકદમ ચાવી ચાવીને ખાવુ, ક્યારેય ઉતાવળે ખાવુ નહી.
હા, જો સમયનો અભાવ હોય તો ઓછુ ખાવુ પણ ઉતાવળે તો ન જ ખાવુ.
પ્રવાહી ખોરાક અલગથી લેવા અને ધીરે ધીરે પીવા જોઈએ.
(6) ભરપેટ તો ક્યારેય ખાવુ જ નહી. થોડુ પેટ ખાલી રાખવુ.
(7) દરેક ભોજન વખતે એકી સાથે જાજી વાનગીઓ ખાવી નહી.
(8) કાચુ કચુમ્બર અચુક ખાવુ. આ કચુમ્બરમા નમક ક્યારેય નાખવુ નહી.
તેને સ્વાદીષ્ટ બનાવવા માટે લીમ્બુ અથવા તો દહીં નાખી શકાય.
(9) રસોઈ બનાવીએ તેમા મરચુ, નમક વગેરે મસાલાઓનુ પ્રમાણ ઓછુ રાખવુ. 
(10) બરફ જેવા ઠંડા પદાર્થો કે વરાળ નીકળતી હોય તેવા ગરમ પદાર્થો ખાવા નહી.
(11) રસોઈ બનાવવાની ત્રણ રીત સાત્વીક કહેવાય છે, બાફવુ, ઉકાળવુ, ભુંજવુ.
આ શીવાય તળવાની રીતને રસોઈ બનાવવા માટેની ખરાબ રીત કહેવાય છે.
માટે તળેલી ખોરાકી સામગ્રીઓનો બીલકુલ ઓછો અને નહીવંત ઉપયોગ કરવો.
(12) માદક પીણાઓ ( ચા કોફી કોલ્ડ્રીંક વગેરે) સાવ ઓછા લેવા અને ચાલી શકે તો લેવા જ નહી.
(13) મહીનામા અનુકુળતા પ્રમાણે બે થી ત્રણ ઉપવાસ તો કરી જ લેવા જોઈએ.

Tuesday, August 23, 2011

મગજ

મગજને શાંતી આપે.
ટ્રાયપોફોન નામનુ પ્રોટીન મગજને શાંતી આપવા માટે જરૂરી છે  
કારણ કે તે સેરોટીનીન નામનુ તત્વ બનાવી જાણે છે કે
જેનાથી મગજને શાંત રાખી શકાય છે.
પરીણામે મૂડ સરખો રહે છે,
આનંદ મળે છે અને હશી શકવાની ક્ષમતા મળે છે.
ખજૂર, કેળા, દુધ અને અંજીર માંથી
સારા એવા પ્રમાણમા ટ્રાયપોફોન મળે છે.
 મગજશક્તિ વિકસીત રાખે
ઓમેગા-3 ફેટી એસીડ નામનો પદાર્થ
બધાજ સુકામેવાઓ પૈકી
સૌથી વધુ પ્રમાણમા અખરોટમાં હોય છે.
દરરોજની ત્રણ નંગ અખરોટ ખાતા રહેવાથી
શરીરને ઓમેગા-3 ફેટી એસીડ મળી રહે છે.
તેથી અલ્ઝાઈમર ડીસીઝ નામનો
યાદશક્તિ ઘટવા લાગે તે રોગ થતો નથી.
વ્યક્તિની પાછલી અવસ્થામાં
આ તકલીફ થવાનુ પ્રમાણ વધુ રહેતુ હોવાથી
ત્યારે અખરોટ ખાતા રહીએ તો
યાદશક્તિ ક્ષીણ થાય કે જતી રહે
તેવા મગજમાં રહેતા પ્રોટીનના બેઈઝવાળા પદાર્થો નાશ પામે છે.

Saturday, August 6, 2011

પરિચય

માણસ માણસ વચ્ચેની સામાન્ય પહેચાન નુ નામ પરિચય.
માણસ અન્ય માણસ સાથે કોઈપણ સંબંધમાં આવે
અને  શરુઆતમા જે સ્થિતી નીર્માણ પામે તેનુ નામ પરિચય.
બે વ્યક્તીઓ વચ્ચેની સામાન્ય ઓળખાણ કે પહેચાન એટલે પરિચય.
કોઈ વ્યક્તીને ઓળખવી કે તેમના વિષે સામાન્ય માહિતી ધરાવવી
તે સ્થિતીને તે વ્યક્તી સાથે પરિચય છે તેમ કહેવાય.
પરિચયને માત્ર સામાન્ય ઓળખાણ કહેવાય.
તે એક સર્વ સામાન્ય સ્થિતી છે. 
જેનાથી કશો લાભ કે નુકસાન થતુ નથી.
પરિચયથી જે તે વ્યક્તિ પાસેથી ખાશ કશુ પ્રાપ્ત થતુ નથી.
પણ આવા પરિચયમા બન્ને પક્ષે જો માત્ર બુધ્ધી જ ભાગ લે
તો તે પરિચયને  ખપ પુરતો સંબંધ છે તેમ કહેવાય,
જે કોઈપણ વ્યક્તીના પરિચયમા આવવાથી,
ઉત્પન થતી એક સર્વ સામાન્ય સ્થિતી બની રહે છે.
કેટલીક વિશિષ્ટ સ્થિતી અનુસાર
તે પરિચયમા એક બીજાનો સ્વાર્થ ઉમેરાઈ જાય તો 
પરિચયની અવધી લંબાઈ શકે છે.
પરંતુ આવા પરિચયમા
જો આપણી લાગણી કે દિલ કે મન ભાગ લેવા મંડે
તો તે પરિચય સંબંધમા પરિણમે છે.
જે પરિચય સંબંધમા પરિણમે
અને તેમાં વારંવાર ચોખવટ કરવી પડતી હોય
તો તે લાંબા સમય સુધી ટકી શકતા નથી.
પરિચય એ એક સંબંધને શરુ કરવા માટેનુ સક્ષમ પરિબળ  છે.
પરિચયને લાંબા સમય સુધી જાળવી,
સાથોસાથ તેમા લાગણીનુ તત્વ સામેલ કરવામા આવે
તો તે ચિરંજીવી બને છે.
ચિરંજીવી બનેલા અને માત્ર લાગણીથી સર્જાયેલા સંબંધો જ,
માનવીને જીવનપર્યંત
એક બીજા સાથે જોડી રાખવાની ક્ષમતા ધરાવતા હોય છે.
આવા પરિચયો એટલે સંબંધ કે સગપણ.
જે સંબંધનો પાયો નિસ્વાર્થ લાગણી ધરાવતો હોય,
તેવા સંબંધો એક તરફી પણ અસ્તિત્વ ધરાવી શકે છે.
જે સંબંધમા બન્ને તરફી પણ ભલે વત્તે ઓછે અંશે 
લાગણી જતાવાતી હોય તો તેથી સંબંધ મજબુત થાય છે.
કોઈપણ વ્યક્તીના કોઈપણ વ્યક્તી સાથેના જોડાણને 
ત્રણ વિભાગમા વહેચી શકાય.
પરિચય, સંબંધ અને  સગપણ.
આપણે આપણા દરેક વ્યક્તી સાથેના જોડાણોને ક્યા વિભાગમા મુક્યા છે
તે જાણવુ અને અનુભવવુ અતિ જરુરી છે.
કુટુંબ વ્યવસ્થાના ભાગ રુપે, સમાજ વ્યવસ્થાના ભાગ રુપે,
નોકરી કે વ્યવસાય વ્યવસ્થાના ભાગ રુપે,
દરેક માણસ કોઈ ને કોઈ સાથે જોડાય છે ત્યારે,
તે જોડાણની સ્થિતી અને પરિણામ વિષે આપણે સ્પષ્ટ રહેવું જોઈએ.
કેટલાક જોડાણ અમુક સમય પુરતા જ હોય છે,
તો વળી અમુક જોડાણો માટે સમયની અવધી હોતી નથી.
પરંતુ જીવન પર્યંતના જોડાણો ખાશ મહત્વ ધરાવે છે.
આવા જોડાણ એટલે સગપણથી ઉદભવેલા સંબંધો.
પરિચય. એટલે એવુ જોડાણ
કે જે માત્ર ઓળખાણ અને જાણકારી પુરતુ સિમિત રહે છે.
સંબંધ, એટલે એવુ જોડાણ
કે જેમા લાગણી,દિલ અને મન સંકળાયેલુ હોય છે.
સગપણ, એટલે એવુ જોડાણ
કે જે કોઈ અનિવાર્ય સ્થિતી ઉપર આધારિત હોય
અને તેના થકીજ ઉદભવ્યુ હોય છે,
તેમાંયે લાગણી દિલ અને મન,તો સંકળાયેલુ હોયજ છે.
પરંતુ આવા જોડાણનો પાયો એ એક  વિશિષ્ટ સ્થિતી હોય છે.
જો આવી સ્થિતી આજીવન હોય
તો તે જોડાણ જીવન પર્યંત અસ્તિત્વમા રહે છે.
અને તેથી, સ્વાર્થ હોય કે ન હોય,
લાગણી દિલ કે મન સંકળાયેલુ  રહે  કે  ન રહે,
પણ તેનો જીવન પર્યંત અંત આવતો નથી.
તેથી સગપણ આધારિત જોડાણોને ક્યારેય અવગણવા ન જોઈએ.
આપણે જો આપણા આવા દરેક જોડાણોને
યોગ્ય અર્થમા સમજી શકીએ,
અનુભવી શકીએ, તો જ દરેક વ્યવસ્થાઓ મજબુત રહી શકે છે ,
દરેક સ્થિતી મજબુત બની શકે છે,
અને તેથી સમાજમા કે કુટુંબમા તંદુરસ્ત પરિસ્થિતીનુ નિર્માણ થઈ શકે છે .
જે એક અનિવાર્ય બાબત છે