Saturday, August 6, 2011

પરિચય

માણસ માણસ વચ્ચેની સામાન્ય પહેચાન નુ નામ પરિચય.
માણસ અન્ય માણસ સાથે કોઈપણ સંબંધમાં આવે
અને  શરુઆતમા જે સ્થિતી નીર્માણ પામે તેનુ નામ પરિચય.
બે વ્યક્તીઓ વચ્ચેની સામાન્ય ઓળખાણ કે પહેચાન એટલે પરિચય.
કોઈ વ્યક્તીને ઓળખવી કે તેમના વિષે સામાન્ય માહિતી ધરાવવી
તે સ્થિતીને તે વ્યક્તી સાથે પરિચય છે તેમ કહેવાય.
પરિચયને માત્ર સામાન્ય ઓળખાણ કહેવાય.
તે એક સર્વ સામાન્ય સ્થિતી છે. 
જેનાથી કશો લાભ કે નુકસાન થતુ નથી.
પરિચયથી જે તે વ્યક્તિ પાસેથી ખાશ કશુ પ્રાપ્ત થતુ નથી.
પણ આવા પરિચયમા બન્ને પક્ષે જો માત્ર બુધ્ધી જ ભાગ લે
તો તે પરિચયને  ખપ પુરતો સંબંધ છે તેમ કહેવાય,
જે કોઈપણ વ્યક્તીના પરિચયમા આવવાથી,
ઉત્પન થતી એક સર્વ સામાન્ય સ્થિતી બની રહે છે.
કેટલીક વિશિષ્ટ સ્થિતી અનુસાર
તે પરિચયમા એક બીજાનો સ્વાર્થ ઉમેરાઈ જાય તો 
પરિચયની અવધી લંબાઈ શકે છે.
પરંતુ આવા પરિચયમા
જો આપણી લાગણી કે દિલ કે મન ભાગ લેવા મંડે
તો તે પરિચય સંબંધમા પરિણમે છે.
જે પરિચય સંબંધમા પરિણમે
અને તેમાં વારંવાર ચોખવટ કરવી પડતી હોય
તો તે લાંબા સમય સુધી ટકી શકતા નથી.
પરિચય એ એક સંબંધને શરુ કરવા માટેનુ સક્ષમ પરિબળ  છે.
પરિચયને લાંબા સમય સુધી જાળવી,
સાથોસાથ તેમા લાગણીનુ તત્વ સામેલ કરવામા આવે
તો તે ચિરંજીવી બને છે.
ચિરંજીવી બનેલા અને માત્ર લાગણીથી સર્જાયેલા સંબંધો જ,
માનવીને જીવનપર્યંત
એક બીજા સાથે જોડી રાખવાની ક્ષમતા ધરાવતા હોય છે.
આવા પરિચયો એટલે સંબંધ કે સગપણ.
જે સંબંધનો પાયો નિસ્વાર્થ લાગણી ધરાવતો હોય,
તેવા સંબંધો એક તરફી પણ અસ્તિત્વ ધરાવી શકે છે.
જે સંબંધમા બન્ને તરફી પણ ભલે વત્તે ઓછે અંશે 
લાગણી જતાવાતી હોય તો તેથી સંબંધ મજબુત થાય છે.
કોઈપણ વ્યક્તીના કોઈપણ વ્યક્તી સાથેના જોડાણને 
ત્રણ વિભાગમા વહેચી શકાય.
પરિચય, સંબંધ અને  સગપણ.
આપણે આપણા દરેક વ્યક્તી સાથેના જોડાણોને ક્યા વિભાગમા મુક્યા છે
તે જાણવુ અને અનુભવવુ અતિ જરુરી છે.
કુટુંબ વ્યવસ્થાના ભાગ રુપે, સમાજ વ્યવસ્થાના ભાગ રુપે,
નોકરી કે વ્યવસાય વ્યવસ્થાના ભાગ રુપે,
દરેક માણસ કોઈ ને કોઈ સાથે જોડાય છે ત્યારે,
તે જોડાણની સ્થિતી અને પરિણામ વિષે આપણે સ્પષ્ટ રહેવું જોઈએ.
કેટલાક જોડાણ અમુક સમય પુરતા જ હોય છે,
તો વળી અમુક જોડાણો માટે સમયની અવધી હોતી નથી.
પરંતુ જીવન પર્યંતના જોડાણો ખાશ મહત્વ ધરાવે છે.
આવા જોડાણ એટલે સગપણથી ઉદભવેલા સંબંધો.
પરિચય. એટલે એવુ જોડાણ
કે જે માત્ર ઓળખાણ અને જાણકારી પુરતુ સિમિત રહે છે.
સંબંધ, એટલે એવુ જોડાણ
કે જેમા લાગણી,દિલ અને મન સંકળાયેલુ હોય છે.
સગપણ, એટલે એવુ જોડાણ
કે જે કોઈ અનિવાર્ય સ્થિતી ઉપર આધારિત હોય
અને તેના થકીજ ઉદભવ્યુ હોય છે,
તેમાંયે લાગણી દિલ અને મન,તો સંકળાયેલુ હોયજ છે.
પરંતુ આવા જોડાણનો પાયો એ એક  વિશિષ્ટ સ્થિતી હોય છે.
જો આવી સ્થિતી આજીવન હોય
તો તે જોડાણ જીવન પર્યંત અસ્તિત્વમા રહે છે.
અને તેથી, સ્વાર્થ હોય કે ન હોય,
લાગણી દિલ કે મન સંકળાયેલુ  રહે  કે  ન રહે,
પણ તેનો જીવન પર્યંત અંત આવતો નથી.
તેથી સગપણ આધારિત જોડાણોને ક્યારેય અવગણવા ન જોઈએ.
આપણે જો આપણા આવા દરેક જોડાણોને
યોગ્ય અર્થમા સમજી શકીએ,
અનુભવી શકીએ, તો જ દરેક વ્યવસ્થાઓ મજબુત રહી શકે છે ,
દરેક સ્થિતી મજબુત બની શકે છે,
અને તેથી સમાજમા કે કુટુંબમા તંદુરસ્ત પરિસ્થિતીનુ નિર્માણ થઈ શકે છે .
જે એક અનિવાર્ય બાબત છે

No comments:

Post a Comment