Saturday, November 26, 2011

જિન્દગી

આજની મળેલી થોડીક ખુશીને માણી લો, કાલની કોને ખબર છે
ગઈકાલની ભુલોને સુધારીલો, કાલની કોને ખબર છે
આવતી કાલની ચિંતાઓને છોડી દો, કાલની કોને ખબર છે
શોધવા જશો તો સુખ મલવાનુ નથી, કાલની કોને ખબર છે
આજની જીંદગીમાં નકારને છોડી દો, કાલની કોને ખબર છે
આપણુ જીવન આપણા વિચારો થકી જ ઘડાય છે અને જીવાતુ રહે છે.
જેને આપણે સંસ્કાર કે ખાનદાની કહીએ છીએ,
તે બીજુ કશુંજ નહી પરંતુ આપણા સારા વિચારોનો સમૂહ છે.
જીવનમા ઉદભવતી વિશિષ્ટ પરીસ્થીતીઓને
આપણે ક્યા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ તથા
કેવી રીતે તેનુ મુલ્યાંકન કરીએ છીએ,
તે જ કાં તો સુખ હોય છે અથવા તો દુખ હોય છે.
સુખ કે દુખ આપણી વિચારશ્રુષ્ટિ પર અવલંબિત હોય છે.
જો આપણે ખરાબ વિચારોને દેશવટો આપી શકીએ
તો તેને આપણી ખાનદાની કહેવાય છે.
આપણી જીંદગી કેવી વીતાવવી તેનો સંપુર્ણ આધાર
આપણી વિચારશ્રુષ્ટિ પર રહેલો છે.
આપણે જો આપણી જીંદગીમાંથી
ખામીઓ શોધતા રહીશુ તો એ પારાવાર મળવાની જ છે
તેને બદલે જો આપણે ખુશી શોધતા રહીશું
તો તે પણ પારાવાર મલશે જ.
પસંદગી તો અંતે આપણે જ કરવાની છે કે ખુશી શોધવી છે,
ખુશ થવું છે કે પછી ખામીઓ શોધીને નાખુશ રહેવુ છે.
આપણને સુખ ત્યાં સુધી પ્રાપ્ત થતું નથી
જ્યાં સુધી આપણે વિશ્વાસ અમુક ચીજો પર કરીએ
અને અમલ કરીએ બીજી જ કોઈ ચીજ પર.
આપણા શ્વાસ અને આપણા વિચારો સતત ચાલતા જ રહે છે,
ન તો તેને રોકી શકાય છે કે ન તો તેને અટકાવી શકાય છે.
હા વિચારોને વાળી શકાય છે, ખરાં.
એટલે જ તો કહેવાય છે કે
સારા વિચારો ધરાવવા એ આંતરીક સુંદરતાની સચોટ નીશાની છે.
જીવન એટલે પ્રભુ સાથે ચેસની રમત રમવી.
આપણી દરેક ચાલ બાદ તે ચાલ ચાલે છે.
ફરક માત્ર એટલો છે કે આપણી ચાલ પસંદગી કહેવાય છે
અને તેની ચાલ એ કસોટી કહેવાય છે.
ભગવાન ક્યારેય દુખ આપતા નથી,
જે કાંય દુખ જેવુ અનુભવાતુ હોય છે
તે આપણાથી આચરાયેલા કર્મોનુ ફળ હોય છે.
 જીવનમા ક્યારેક આપણને દુખનો ભાર લાગે છે
તે આપણા ઉપર આપણો જ અધિકાર છે તેની ચેતવણી છે.
જ્યારે દુખનો ભાર હોય છે ત્યારે એક અનુભવ એવો થાય છે કે
આપણને એમ લાગે કે જે કોઈ લોકો આપણને મળતા હોય છે
તેઓ આપણાથી વધુ સમજદાર લાગતા હોય છે.
એટલે જ તો કોઈ સંતે કહ્યું છે કે
જો બધું જ પકડીને રાખશો તો અંતે તો કાંઈ મળવાનુ નથી.
દુખને પકડી રાખતા નહી, તેને વ્યક્ત થવા દેજો,
સમય જતાં તે પણ જતુ રહેશે.
આપણા જીવનમા આવતા દુખ શેને આભારી છે તે જાણો છો ?
આપણે બસ, અધિકાર જતાવવામાંથી બહાર નીકળી શકતા નથી.
એક વાત બરોબર સમજવા જેવી છે કે
અધિકારનો નશો આપણને અંધ બનાવી મુકે છે.
જો આપણે કાંઈ પકડી રાખવું હોય
તો સૌ પ્રથમ તો તેને છોડતા શીખી જવુ જોઈએ.
દુખ ને જો છોડી શકીએ તો જ સુખને પકડી શકાય છે,
જે નિર્વિવાદ સત્ય છે.

No comments:

Post a Comment