Saturday, September 3, 2011

Blood & Tongue

લોહી ફરતું રહે તો શરીર જીવંત રહે,
સંપતી ફરતી રહે તો દેશ જીવંત રહે,
શબ્દો ફરતા રહે તો સંબંધ ટકે,
કહેવાનુ એટલુંજ કે
આ બધા જો ફરતા ન રહે, સ્થગિત થઈ જાય
તો જે તે ક્ષેત્રી અરાજકતા વ્યાપી જાય.
પરંતુ એથી પણ આગળ જો વિચારીએ તો સમજાય છે કે,
શુધ્ધ લોહી ફરતુ રહે તો જ શરીર તંદુરસ્તી પામી શકે છે.
એક નંબરની સંપતી ફરતી રહે તો જ દેશમા ફુગાવો અટકી શકે છે,
શબ્દો જો લાગણીસભર અને વિવેકમય હોય
તો જ સંબંધોમા મીઠાશ વધે છે.
ભાષા એ માણસના મનની આત્મકથા છે.
તેથી એમ કહી શકાય કે ગંદા અને અશિષ્ટ શબ્દોનુ ઉચ્ચારણ
એ તો બગડેલા દીમાગની જાહેરાત કહેવાય છે. 
ચીઝ વસ્તુઓના આદાન પ્રદાન (વેપાર) નુ માધ્યમ રુપીયો પૈસો છે 
તેવી જ રીતે વિચારોના આદાન પ્રદાનનુ માધ્યમ ભાષા છે.
જેવા રુપીયા પૈસા ખર્ચીએ તેના પ્રમાણમા ચીજ વસ્તુઓ મળી શકે છે.
તેવીજ રીતે જો શિષ્ટ ભાષા વાપરીએ
તો સારા વિચારોનુ આદાન પ્રદાન સારુ જ થાય છે.
ભાષાનુ આ એક ગણિત સમજવા જેવું છે કે,
સારી વાતો ક્યારેય અશિષ્ટ ભાષામા રજુ કરી શકાતી નથી,
પણ નબળી કે ખરાબ વાતો ધારીએ તો
શિષ્ટ ભાષામા રજુ કરી શકાય છે.
રોજ બરોજ આપણા મનમા હોય
તેના કરતા જુદુજ બોલતા રહીએ, વર્તતા રહીએ
તો આપણા શારીરીક અને માનસીક આરોગ્ય પર
                                                 ખતરો ઉભો થયા વીના રહેતો નથી.

No comments:

Post a Comment