બાય બાય 2011 વેલ કમ 2012
સારૂં વાંચન અને સારા વિચાર, વ્યક્તિત્વનો એજ છે નિખાર !!
ક્યારેક એવું લાગે કે તેના શિવાય કોઈ વિકલ્પ છે જ નહી. મારી મંઝીલ તો બસ એ જ છે.
તે જો મળી જાય તો મઝા મઝા આવી જાય, જીવનમાં બસ આનંદ આનંદ છવાઈ જાય.
જ્યારે આવી મનોદશા થાય ત્યારે આપણે ઘણી બધી જરૂરી બાબતોને અવગણતા હોય છીએ.
વાસ્તવિકતા સામે આવે છે ત્યારે પગ નીચેની ધરતી જાણે કે સરકવા લાગે છે
અને આપણે જોરદાર રીતે નાસીપાસ થઈ જઈએ છીએ.
કારણકે જે જતું રહેવા માટે જ સર્જાયેલુ હતું તેને ભુલી શકાતુ નથી
અને જે પાસે હોય છે તેની મહત્તા સમજાઈ શકતી નથી.
આવી અવઢવ ભરેલી માનસીકતા સાથે જીવવું પડતુ હોય છે.
ખરેખર જેને ન્યાય આપવો જોઈએ તે સઘળી બાબતો પ્રત્યે અરૂચી ભાવ જાગે છે.
એમ થાય કે શું કરવું અને શું ન કરવું. કોઈ એક વાત, બાબત કે વ્યક્તિ જ સર્વસ્વ હોય શકે નહી.
જે રીતે સમયની બલીહારી થકી વર્ષ 2011 જતું રહ્યું અને
વર્ષ 2012 કેટ કેટલીય નવી વાતો, બાબતો, આનંદ ઉમંગ અને વ્યક્તિઓ સાથે આવી પહોંચ્યું છે.
365 દીવસના વર્ષને બદલે 2012નુ વર્ષ એક દીવસ બોનસ તરીકે ઉમેરી 366 દીવસ લાવ્યું છે.
એવું નથી લાગતું કે આપણા હિત માટે જ એક દીવસ બોનસ તરીકે આવ્યો હોય.
આપણી જીંદગીથી વધુ સુંદર અને વધુ ઉત્તમ કાંઈ હોતું નથી.
જેવી છે તેવી આપણી જીંદગી આપણને ખુબજ વ્હાલી હોય છે અને હોવી જ જોઈએ.
વર્ષ બદલાતાં સંજોગો કે સ્થીતી બદલાતી નથી તે એક વાત છે.
પરંતુ પુરા થયેલા વર્ષની વાતો, બાબતો કે વ્યક્તિઓને પુરા થયેલા વર્ષ સાથે મુકી રાખીએ અને જો તેને ભુલી શકીએ તોજ નવું વર્ષ (2012) કંઈ કેટલાય આશાજનક વિકલ્પો આપવા માટે થનગની રહેલુ માલુમ પડશે.
હજુ તો આજે વર્ષ 2012 નો પહેલોજ દીવસ શરૂ થયો છે,
શું ખબર હવે પછીના દીવસો આપણે માટે શું શું લાવવાના હોય.
વાસ્તવિકતા તો એ છે કે પુરા થયેલા વર્ષ (2011) ને જેટલી ઝડપથી ભુલી શકીએ
તેટલી ઝડપથી શરૂં થયેલા નવા વર્ષ (2012) માં સારૂં અને આનંદદાયક શોધવું સહેલુ બનશે.
જો આપણે સારી બાબતોને ભુલી જઈએ અને જે આપણા માટે યોગ્ય ન હતું કે સારૂં ન હતું
તેને જ જો યાદ રાખીએ તો બરબાદી તો આપણી જ થવાની છે.
આપણા મોટા ભાગના દુખોનુ કારણ એ હોય છે કે જેને ભુલી જવામાં જ આપણુ હિત હોય છે
તેને આપણે યાદ રાખીએ છીએ. અને જેને યાદ રાખવાનુ હોય છે તેને આપણે ભુલી જઈએ છીએ.
વર્ષ 2011 પુરૂં થઈ ગયું, જતું રહ્યું.
તેથી તે વર્ષની અપ્રિય વાતો, બાબતો કે વ્યક્તિ ને ભુલી જવામાંજ આપણી સારપ છે.
અને જો ભુલી શકીશું તો જ વર્ષ 2012 માં આવનારી સારી વાતો,
બાબતો કે વ્યક્તિ ને આવકારી શકીશું. માણી શકીશું.
તેથી વર્ષ 2011 ની કોઈ વાત, બાબત કે વ્યક્તિને યાદ જ રાખ્યા કરીશું
તો વર્ષ 2012 માં આવનારી વાતો, બાબતો કે વ્યક્તિ માંથી સુખ મેળવવા માટે અશક્તિમાન રહી જઈશું.
અહીં એક વાત ખાશ યાદ રાખવા જેવી છે કે આપણી જીંદગી પત્તાના પેલા ત્રણ પાનાની રમત જેવી છે.
રમત દરમીયાન જ્યારે આપણે બે પત્તા ખોલીને જોઈએ છીએ
ત્યાર બાદ ત્રીજા બંધ પત્તાનો કેવો ભવ્ય ઈંતઝાર રહેતો હોય છે.
આપણી પાસેના ખુલ્લા રહેલા બે પત્તા કાળીનો અને ફુલ્લીનો એમ બે એક્કા હોય છે.
ત્રીજું જે પત્તુ બંધ પડ્યું હોય છે કે જેને જ્યાં સુધી જોયું હોતું નથી
ત્યાં સુધી તે આપણા માટે લાલનો એક્કો જ હોય છે.
મતલબ કે આપણી પાસે રહેલા પેલા ખુલ્લા બે એક્કાથી આપણે એટલા હરખાતાં હોતા નથી
જેટલુ ત્રીજુ બંધ પડેલુ પત્તુ લાલનો એક્કો જ હશે તેમ ધારવાથી હરખાઈએ છીએ.
આપણા જીવનનુ આવું જ છે.
વહી ગયેલા વર્ષ 2011 ના બન્ને એક્કા કરતાં
વર્ષ 2012 લાલનો એક્કો બનાવવામાં જ આપણા જીવનનો બેડો પાર છે.
જીવનમાં ક્યારેક કોઈ એક પ્રષ્નમાં કારણ વગરના ઉલઝતા રહેતા હોઈ છીએ.
આવા પ્રષ્નોને જો છુટા મુકી દઈએ તો જ વર્ષ 2012 આપણને અને આપણી જીંદગીને
મઘમઘતા ગુલાબના ફુલની જેમ મઘમઘાવી શકવા માટે સદાય તૈયાર જ છે
તેવો અનુભવ કે અહેશાશ થવાનો જ છે. જે માટે બે મત હોય શકે નહી......
અને છેલ્લે એક વાત
ક્યાં જવું છે તે નક્કી કર્યા વીના તો ઘાણીનો બળદ પણ ચાલતો હોય છે.
જો કાયમ નસીબને જ શોધતા રહેશુ તો તકને ઓળખવી મુશ્કેલ બની જાય છે
જેટલા નિષ્ફળતાથી ડરતા રહીએ તેટલા કાર્ય શીધ્ધીથી દુર જ રહેવાય છે.
No comments:
Post a Comment