મુખવટો
ક્યારેક એવું બનતું હોય છે કે
જ્યાં આપણે શોધતા હોઈ છીએ ત્યાંથી તે મળતું નથી.
કારણકે આપણી જે અપેક્ષા હોય છે
તે ત્યાંથી મળી શકે તેમ હોતું નથી.
એવું પણ બનતું હોય છે કે
આશા જ્યાં રાખી હોય ત્યાં તે ફળતી હોતી નથી.
આવું બધું બનતું રહે તેનુ નામ જ જીંદગી હોય છે,
અને તેથી ક્યારેય નિરાશ થવાનુ હોતું નથી.
આપણે આપણી અપેક્ષાઓ,
શોધ કે આશા થી ક્યારેય મોઢુ ફેરવવાનુ હોતું નથી,
બલ્કે પ્રયત્નો જોર શોરથી ચાલુ જ રાખવાના હોય છે.
જ્યારે આપણી અપેક્ષાની પુર્તી થતી નથી,
આપણી આશા ફળતી નથી કે આપણી શોધ સત્ય બનતી નથી
ત્યારે મુખ્ય કારણ રૂપ એક હકીકત એ હોય છે કે
લોકો કે સમાજના માણસો કે આપણા સગા સંબંધીઓ
બધાજ પોત પોતાના ચહેરાઓ ઉપર
એક પ્રકારનો મુખવટો પહેરીને કાયમ જીવતા હોય છે.
કેટલાક લોકો તો અનેક મુખવટાઓ પહેરી રાખતા હોય છે.
દરેક માટે અલગ અલગ મુખવટાઓ.
એટલે જ તો આપણને લોકોમા જે દેખાતું હોય છે
તે ક્યારેક સાચુ હોતુ નથી.
અને તેથી આપણી અપેક્ષાઓ ત્યાં ફળી શક્તી નથી.
કારણકે જે આશાઓ આપણે શેવી હોય છે,
તે તો પેલા મુખવાટા પ્રેરીત હોય છે પછી ફળે ક્યાંથી.
સમાજમાં આપણે જોઈએ છીએ કે
જેને આપણે મોટા માણસ ગણીએ છીએ
ત્યાં જે અપેક્ષાઓ સંતોષાતી નથી
તે જ અપેક્ષાઓ ક્યારેક નાના માણસો
સહેલાઈથી સંતોષી આપવાની ક્ષમતા ધરાવતા હોય છે.
પરંતુ આપણે તેને અંડર એસ્ટીમેટ ગણતા હોય છીએ.
કહેવાનુ તાત્પર્ય માત્ર એટલું જ કે
જે લોકો પ્રમાણમા ઓછા મુખવટા રાખતા હોય
તેવા લોકો જ ખરે સમયે કામ આવતા હોય છે.
અને તે એટલુજ સુચવે છે કે
આપણે જેવા હોય તેવા જ રહેવું જોઈએ,
બને ત્યાં સુધી મુખવટા પહેરીને જીવવું જોઈએ નહી.
જે સમાજમા જેટલા મુખવટા ઓછા
તે સમાજ સાધન સંપન્ન બની શકે છે.
No comments:
Post a Comment