Monday, March 14, 2011

રાશી

કાંતી વ્રતના ગોળાકાર ભ્રમણ માર્ગ ના 360 અંશ હોય છે.
તેના બાર સરખા ભાગને રાશી કહેવાય છે.
રાશી = 30 અંશ,    1 અંશ = 60 કળા,    1 કળા = 60 વિકળા
1. મેષ રાશી. વ્યક્તિના મનનુ વલણ, વ્યક્તિમાં સાહસવ્રતીનુ પ્રમાણ, વ્યક્તિમાં ઉધ્યમશિલતાનુ પ્રમાણ, વ્યક્તિના જીવનમા પ્રવાસ કેવા અને તેનાથી ફાયદો કે નુકસાન, વ્યક્તિની મગજ શક્તિ, વગેરે બાબતો ઉપર આધિપત્ય ધરાવે છે. મેશ રાશી ચરસ્વભાવની તથા અગ્નિ તત્વ ની છે. ધાતુ સંજ્ઞક હોવાથી મંગળના તમામ વિધેયાત્મક ગુણો પ્રગટ કરે છે. પાંચમા, આઠમા અને અગિયારમા સ્થાન ઉપર તેની દ્રષ્ટી પડે છે.
માનવ શરીરમા શીર, મગજ, મોંઢુ, ઉપરના જડબા, ખોપરીના હાડકા ઉપર તેનુ વર્શસ્વ હોય છે. અગ્નિથી અકશ્માત, દાજવું, ચહેરા ઉપર ઢીમણા,  ફેફસાના રોગ,  શીરદર્દ, મુત્રપીંડના રોગ, આધાશીશી, જેવા રોગ.મેષ રાશી આધારીત હોય છે.
2. વ્રષભ રાશી. વ્યક્તિમાં સૌન્દર્ય પ્રત્યેની રૂચી, કલા અને ભૌતિકતા પ્રત્યેનો લગાવ, વ્યક્તિનો અવાજ અને ગળુ, વગેરે બાબતો ઉપર આધિપત્ય ધરાવે છે. વૃષભ રાશી સ્થીર સ્વભાવની અને પ્રુથ્વીતત્વની છે. ચોથા, સાતમા અને દસમા સ્થાન ઉપર તેની દ્રષ્ટી પડે છે. માનવ શરીરમા ગળુ, કાંકડા, લાળ ગ્રંથીઓ, કાન, થાઈરોડ, નીચલા જડબા ઉપર તેનુ વર્ચસ્વ હોય છે. ગુમડા, કબજીયાત, ગળા પર ગાંઠ, કંઠમાળ, ગળાનો સોજો, ગાલ પચોલિયા વગેરે જેવા રોગ.વૃષભ રાશી આધારીત હોય છે.
3. મિથુન રાશી વ્યક્તિની બુધ્ધી-પ્રતિભા, યાદ શક્તિ, વાણી પરનુ પ્રભુત્વ, કલાની ઉપાસના, વાણીજ્ય ક્ષેત્ર, નાણાકિય બાબતો, વિનય વિવેક, સહીષ્ણુતા, વગેરે બાબતો ઉપર આધિપત્ય ધરાવે છે. મીથુન રાશી સ્વભાવે દ્વિસ્વભાવ અને વાયુ તત્વની છે.  છઠા, નવમા અને બારમા સ્થાન ઉપર તેની દ્રષ્ટી પડે છે. માનવ શરીરમાં હાથ, ચેતાઓ, ફેફસા અને થાયમસ ગ્રંથીઓ ઉપર તેનુ વર્ચસ્વ હોય છે અને તેને લગતા રોગ મીથુન રાશી આધારીત છે
4. કર્ક રાશી  કોમળતા બક્ષે છે, વ્યક્તિમા ઘરગથ્થુ પણુ, વિવષતા એટલેકે તરવરાટ, લાગણીશીલતા, ભિરુતા, આળસ અને તરંગ જેવી બાબતો ઉપર આધિપત્ય ધરાવે છે. કર્ક રાશી ચર સ્વભાવની અને જળ તત્વની છે.
5. સિંહ રાશી સંવાદીતા, વ્યવસ્થા શક્તિ, નિડરતા, વફાદારી, નિખાલશતા, સહીષ્ણુતા, આપખુદી, રુઆબ અને ઉગ્રતા જેવી બાબતો ઉપર પ્રભુત્વ ધરાવે છે. સ્થીર  સ્વભાવની છે અને અગ્નિ તત્વની છે.
6. કન્યા રાશી વિધ્યા વ્યાસંગી પણુ, વાક ચાતુર્ય, ઉધ્યોગી, ઘણી ભાષા ઉપર પ્રભુત્વ, બધા સાથે મીઠાં સંબંધોની જાળવણી, વગેરે બાબતો ઉપર પ્રભુત્વ ધરાવે છે. પ્રુથ્વી તત્વની અને દ્વિસ્વભાવની રાશી છે.
7. તુલા રાશી સમતોલ પણુ, સંગઠન શક્તિનુ જ્ઞાન, તટસ્ઠતા, ચંચળતા, ખોટો આડંબર, કોઈનુ દેખ્યુ કરવુ તથા અનિયમિતતા જેવી બાબતો ઉપર આધિપત્ય ધરાવે છે. ચર સ્વભાવની છે અને વાયુ તત્વની છે.
8. વ્રસ્ચિક રાશી માનવીના મનની ગહનતા, કામ કાજના ક્ષેત્રને વળગી રહેવાનુ જક્કી વલણ, ગુઢ બાબતો પરત્વે અધિક વલણ, યોગ વિષય પરત્વે રુચી, વગેરે બાબતો ઉપર આધિપત્ય ધરાવે છે. સ્થિર સ્વભાવની અને જળ તત્વની છે.
9. ધનુ રાશી મનની ઉદારતા, ધિરજ, શહન શિલતા, કોઈ પણ બાબતને ઉંડાણથા પામવાની વ્રતી, કાંઈક અંશે સ્વાભિમાનપણુ, અહં પોષી સ્વભાવ, વગેરે બાબતો ઉપર આધિપત્ય ધરાવે છે. દ્વિસ્વભાવની રાશી છે, અગ્નિ તત્વની છે.
10. મકર રાશી શની ગ્રહના મુખ્ય હકારાત્મક ગુણો ધરાવે છે અને વિશેષ પ્રગટ કરે છે. જક્કી વલણ, કાર્યને ચિવટ પુર્વક પુરુ કરવાની વ્રતી, તેમજ કંજુસાઈ તે તેના મુખ્ય ગુણો છે. તે કર્મ પાલન રાશી હોવાથી ફરજ પાલન અને કર્તવ્ય પરાયણતા સુચવે છે. સાથો સાથ મંગળની ઉચ્ચ રાશી હોવાથી મંગળના હકારાત્મક ગુણો સાહસ પરાક્રમ નિડરતા- પણ પ્રગટ કરે છે. તે સ્વભાવે ચર છે અને પૃથ્વી તત્વની રાશી છે.
11. કુમ્ભ રાશી શનીને વિશેષ અનુકુળતા વાળી રાશી હોવાથી ઉચ્ચ કક્ષાની બુધ્ધીમતા, યાદ શક્તિ, અતિશય શક્તિ,વાક પટુતા, વગેરે લક્ષણો ઉપર આધિપત્ય ધરાવે છે. વાયુ તત્વની અને સ્થીર સ્વભાવની છે.
12. મીન રાશી કલ્પના, ઉદારતા, માનસિક શક્તિ, યાદ શક્તિ, ધુની પ્રક્રુતી, એકાંત પ્રિયતા, લાગણી શીલતા, વગેરે બાબતો ઉપર આધિપત્ય ધરાવે છે. દ્વિસ્વભાવની અને જળ તત્વની રાશી છે.

No comments:

Post a Comment